ETV Bharat / state

અમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ - ahemdabad police station

ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષાને લઈને મોટી-મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ એક સપ્તાહમાં જ 3 દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં દાણીલીમડા વિસ્તારમાં નશીલી દવાઓ પીવડાવી સામુહિક દુષ્કર્મ અને હત્યાના બનાવની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં વધુ એક સગીરાને હવસખોરે પોતાની હવસનો ભોગ બનાવી છે. મળતી માહિતી મુજબ વાડજમાં રહેતી 12 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર યુવક વિરુદ્ધ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

પાડોશીએ 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

author img

By

Published : Apr 24, 2021, 4:45 PM IST

  • વાડજમાં 12 વર્ષની સગીરા સાથે પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું
  • હવસખોરે સગીરાનું મોં દબાવી અગાશી પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું
  • પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદઃ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. બે દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક દુષ્કર્મ ગુજારી મહિલાની હત્યા કરી હતી. તે ગુનાની શાહી સૂકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસનો ભોગ બની છે. સગીરાને ધમકી આપી અગાશી પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના કપડા પર લોહીના ડાઘા જોઈ માતાએ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ ધૌલપુરના સેપઉ પોલીસ મથક દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ

સગીરાએ ઘરે આવી માતાને જાણ કરતા વાડજ પોલીસ મથકે ગુનો નોંધ્યો

વાડજ પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે, બનાવની વાત કરીએ તો 22 એપ્રિલે રાત્રે સગીરા પોતાના બ્લોકમાં રહેતા પરિચિત સંબંધીના દીકરાના જન્મદિવસની ઉજવણી માટે ગઈ હતી. તે સમયે હવસખોર પાડોશી યુવકે સગીરાનું મો દબાવી ધાબા પર લઈ ગયો અને રાત્રે દસેક વાગ્યાના અંધારામાં સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે સગીરાએ ઘરે આવી માતાને જાણ કરતા વાડજ પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. આ ઘટના મામલે પોલીસે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે.

પાડોશીએ 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચોઃ મહેસાણામાં અનુસુચિત જાતિની સગીરા પર લગ્નની લાલચ આપીને આચર્યું સામુહિક દુષ્કર્મ

ગંભીર ગુનાઓ અટકાવવા માટે ન્યાયતંત્ર યોગ્ય પગલા લે તે જરૂરી

શહેરમાં વધી રહેલા સામુહિક દુષ્કર્મ, હત્યા અને સગીરા સાથે દુષ્કર્મની ઘટના બાદ સ્ત્રી સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે આવા ગંભીર બનાવો અટકાવવા માટે ન્યાયતંત્ર યોગ્ય પગલા લે તે જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.