ETV Bharat / state

પેટા ચૂંટણીઓને લઈને ' કમલમ' ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ - ahmedabadnews

આગામી સપ્ટેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની કુલ 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે.ત્યારે પેટા ચૂંટણીમા કોને ઉમેદવાર બનાવી શકાય,તે મુદ્દે મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી.

CR Patil
CR Patil
author img

By

Published : Jul 28, 2020, 7:02 AM IST

અમદાવાદ : મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપની કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. આ પહેલાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીશ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય ' કમલમ' ગાંધીનગર ખાતે પ્રદેશ અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.

ગુજરાત વિધાનસભાની કુલ 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ

નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતેથી કહી ચૂક્યા છે કે ,ભાજપનું વધુ કોંગ્રેસીકરણ કરવામાં નહીં આવે. તેમ જ ભાજપના નેતા અને કાર્યકરો પોતાના દમ પર જ ચૂંટણી લડશે. પેરાશૂટ ઉમ્મદવારોએ પદ મેળવવું હોય તો ચૂંટણી જીતીને જ બતાવવી પડશે.આવા સમયમાં પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ મળવાની શક્યતા વધુ છે.તો સામે પક્ષે ભાજપના નેતાઓ અને કાર્યકરો નારાજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

આગામી સમયમાં મોરબી વિધાનસભા બેઠક,અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક, કચ્છ જિલ્લાની અબડાસા બેઠક,વડોદરા જિલ્લાની કરજણ બેઠક, કપરાડા બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની લીંમડી બેઠક, બોટાદ જિલ્લાની ગઢડા બેઠક અને ડાંગ વિધાનસભા બેઠક પર ચૂંટણીઓ યોજાવાની છે.ડાંગ વિધાનસભા બેઠક આદિવાસી બેઠક તરીકે અનામત છે.

આવનાર પેટાચૂંટણીમાં વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.ત્યારે રાજકારણના બજારમાં ઉમેદવારોના નામને લઈને અનુમાનો બાંધવામાં આવી રહ્યા છે.તો શંકા-કુશંકાઓ સાથે અફવાઓ પણ જોવા મળી રહી છે.પરંતુ ચાલાક ભાજપે પહેલેથી જ આ બેઠકો પર નિરીક્ષકો નિમિને જમીની હકીકતના ઈનપુટ મંગાવી લીધા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.