અમદાવાદ : હાલના સમયમાં શાકભાજી, કરિયાણું અને દૂધની દુકાનોવાળા જ સુપર સ્પ્રેડર બની રહ્યાં છે. ત્યારે તેમના કારણે સંક્ર્મણ વધે નહિ તે માટે કોર્પોરેશન દ્વારા આ તમામ લોકોના મેડિકલ ચેકઅપ કરી હેલ્થ કાર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે મણીનગર વિસ્તારમાં ફરિયાદી પોતાના ઘરની બહાર હતા. ત્યારે ઘર પાસે વિમલ ભક્તિ પ્રસાદ નામનો વ્યક્તિ લોકોને આધારકાર્ડ જોઇને 250 રૂપિયા લેતો હતો, અને સામે સ્લીપ આપતો હતો. તે બાદ લોકોને સોમવારે હેલ્થકાર્ડ મળી જશે તેવું કહેતો હતો.

ફરિયાદી રસિક દંતાણીએ પણ 250 રૂપિયા હેલ્થકાર્ડ કાઢવા આપ્યા હતા. જે બાદ તેમને જાણવા મળ્યું હતું કે, વિમલ લોકો પાસેથી પૈસા લઈને છેતરપીંડી કરે છે. ત્યારે રસિક દંતાણી અને અન્ય લોકો કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. તેમજ આ મામલે વિમલ વિરુધ્ધ ફરિયાદ નોધાવી હતી. કાગડાપીઠ પોલીસે ફરિયાદના આધારે વિમલની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે નકલી પહોંચ કબ્જે કરી વિમલની પૂછપરછ કરી હતી.