ETV Bharat / state

અમદાવાદમાં વર્ષના અંતિમ દિવસે પૈસાની લેતીદેતી મામલે 2 ઇસમોએ ફાયરિંગ કર્યું, 1નું મોત

અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક અને ગુનાહિત પ્રવૃત્તિઓનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું છે. એકબાદ એક અનેક ક્રાઇમના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં 2 ઈસમોએ જાહેરમાં ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરી દીધી છે. જે મામલે પોલીસે ગુનો નોંધીને 2 આરોપીની અટકાયત પણ કરી છે.

ahmedabad
ahmedabad
author img

By

Published : Jan 1, 2021, 12:35 AM IST

  • વર્ષના અંતિમ દિવસે હત્યાનો બનાવ
  • પૈસાની બાબતમાં થઈ યુવકની હત્યા
  • જાહેરમાં ફાયરિંગ કરી કરાઈ હત્યા

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલના રાધે ચેમ્બર્સમાં 8 વાગ્યાના અરસામાં અર્પણ પાંડે અને સુશીલ સિંહ ઠાકુર નામના શખ્સે જાહેરમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી જશવંત સિંહ રાજપૂત નામના યુવકની હત્યા કરી દીધી છે. યુવક પર ફાયરિંગ કરાતા સ્થળ પર જ તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે રામોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. હાલ બંને આરોપીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • પૈસાની લેતીદેતીમાં કરાઇ હત્યા

પોલીસે બંને આરોપીની અટકાયત બાદ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પૈસાની લેતી દેતી મા હત્યા કરવામાં આવી હતી. હત્યા જે રિવોલ્વર વડે કરવામાં આવી તે રિવોલ્વર પણ લાયસન્સ વાડી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી સ્થળ પર પહોંચીને જરૂર પૂરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. જ્યારે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.