ETV Bharat / state

રથયાત્રાના એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથના સુવર્ણ મુગટ અને હાર સાથે સોના વેશના દર્શન - Ahemdabad

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. ત્યારે એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળદેવજીને સુવર્ણ મુગટ, હાર અને વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

રથયાત્રાના એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથને સુવર્ણ મુગટ અને હાર પહેરાવ્યો
author img

By

Published : Jul 3, 2019, 1:34 PM IST

ગુરૂવારે ભગવાન જગન્નાથની રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળદેવજીના રથને મંદિરના પટ્ટાંગણમાં લાવવામાં આવ્યા હતા. રથ સજાવી 14 હાથીઓને પણ મંદિરના આંગણામાં લાવવામાં આવ્યા હતા. ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મંદિર જય રણછોડ મખાણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.

રથયાત્રાના એક દિવસ પહેલાં ભગવાન જગન્નાથના સુવર્ણ મુગટ અને હાર સાથે સોના વેશના દર્શન

સવારે ભગવાનને સુવર્ણ મુગટ, હાર અને સુવર્ણ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. ત્યારે ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Intro:અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળશે ત્યારે રથયાત્રા એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને બળદેવજીને સુવર્ણ મુગટ અને હાર સાથે સોના વેશ પહેરાવવામાં આવ્યા હતા.Body:ગુરુવારે ભગવાન જગન્નાથની રથયાત્રાના એક દિવસ પહેલા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને બળદેવજીના રથને મંદિરના પટાગણમાં લાવવામાં આવ્યા હતા. રથ સજાવવામાં આવ્યા હતા. સાથે સાથે ૧૪ હાથીઓને પણ મંદિરના પટાગણમાં લાવવામાં આવ્યા હતા.

ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય રણછોડ મખાણચોર ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. આજે સવારે ભગવાનને સુવર્ણ મુગટ, હાર અને સુવર્ણ વેશ પહેરાવવામાં આવ્યા હતા. મહંતશ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા આરતી કરવામાં આવી હતી. ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

Conclusion:ગુરુવારે રથયાત્રા અમદાવાદના રસ્તાઓ પર નીકળશે ત્યારે અમદાવાદ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠશે.

નોંધ: વિડીયો ધવલભાઈને મોકલ્યા છે. ગ્રુપમાં બ્રેકીંગ કરાવ્યું છે તે વિડીયો લઈ લેવા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.