- લાયસન્સ વગર ગેરકાયદેસર ભંગારનો ધંધો
- જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ
- દસ્તાવેજી પુરાવા વિના ધંધો કરતા
વિરમગામઃ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસણામાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ભંગારની ખરીદી અને સંગ્રહખોરી તથા વેચાણ સહિતના દસ્તાવેજી પુરાવા વિના ધંધો કરતા વિઠ્ઠલાપુર પોલીસે ફરિયાદ નોંધી છે.
ભંગારને પણ કબ્જે લીધો
વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ સી.બી.ચૌહાણ, પી.એસ.આઈ વિક્રમસિંહ, એ.એસ.આઈ છત્રસિંહ સહિતની પોલીસ ટીમવિઠ્ઠલાપુર હદમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં તે દરમ્યાન બાતમી મળેલ જે બાતમીના આધારે વિઠ્ઠલાપુર પોલીસે જાલીસણા ગામે એક ભંગારના વાડામાં સંગ્રહ કરેલ ત્યાં જઈને છાપો માર્યો હતો. આ ભંગારનો ધંધો કરતો શખ્સની પૂછપરછ અને પુરાવા માંગતા તેની પાસેથી કોઈ દસ્તાવેજી પુરાવા નહીં મળી આવતાં તે શખ્સ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી અને ભંગારને પણ કબ્જે લીધો હતો.
માંડલ તાલુકાના જાલીસણા ગામે જિલ્લા મેજીસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરી ભંગાર નો ધંધો કરતા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધી અને ભંગાર ને પણ કબજે લીધો હતો.