ETV Bharat / state

CM Bhupendra Patel: 25 જિલ્લામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમ થકી 2500 કરોડથી વધુના MOU થયાં: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના બોડકદેવમાં ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં આશરે ૧૬૦ કરોડ રૂપિયાના એમઓયુ કરવામાં આવ્યાં હતાં, જ્યારે છેલ્લા 2 મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત કુલ 12,500 કરોડના MOU કરવામાં આવ્યા છે.

Vibrant gujarat Vibrant Ahmedabad
Vibrant gujarat Vibrant Ahmedabad
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 1:51 PM IST

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણી

ગાંધીનગર: ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં અમદાવાદ ખાતેથી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી હતી. ત્યારે 20 વર્ષની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના 33 જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકના આયોજન યોજવામાં આવ્યાં છે, જે અંતર્ગત આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, 25 જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ કાર્યક્રમનું આયોજન થઈ ચૂક્યું છે, જેમાં 2500 કરોડથી વધુના એમઓયુ થયા છે.

  • અમદાવાદ ખાતે આયોજિત 'વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ અમદાવાદ' કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/VMHbNH4c4H

    — Bhupendra Patel (@Bhupendrapbjp) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

33 જિલ્લામાં વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના બોડકદેવ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં આવનારા 25 વર્ષમાં એટલે કે 2047 માં વિકસિત ભારતનું સૂત્ર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત અમદાવાદના તમામ ભાજપના ધારાસભ્યો અને રાજ્ય સરકારના ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂત તથા આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ૨૦ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 33 જિલ્લામાં વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત 25 જિલ્લામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકટ કાર્યક્રમ યોજાઈ ગયા છે, અને સ્થાનિક કક્ષાએ 25 જિલ્લાઓમાંથી કુલ 2500 કરોડ રૂપિયાના એમઓયુ થયા છે. આમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અલગ અલગ પ્રકારના બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે તમામ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ અને લોકલ પ્રોડક્ટ ગ્લોબલ સુધી પહોંચે તે અંતર્ગત તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટનું આયોજન સરકાર દ્વારા કરાયું છે. ત્યારે આજે અમદાવાદમાં કુલ આશરે ૧૬૦ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા, જ્યારે છેલ્લા 2 મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત કુલ 12,500 કરોડના MOU કરવામાં આવ્યા છે.

CMની ઉદ્યોગકારોને ટકોર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરી 2022માં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું અને ગણતરીના કલાકો પહેલાં જ કોરોના કેસમાં સતત વધારો થતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે તે ડિસેમ્બર 2021 ના રોજ વાઇબ્રન્ટ સમિટના પ્રિ વાઈબ્રન્ટ MOU દરમિયાન જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉદ્યોગકારોને ટકોર કરીને એક મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, તમે જે એમઓયુ કર્યા છે તે વહેલામાં વહેલી તકે ઝડપી નિર્માણ પામે તે બાબતનું આયોજન કરો. આ ઉપરાંત જો કોઈ પણ સમસ્યા આવે તો તે સમસ્યાઓ બાબતે સીધી સરકારમાં ફરિયાદ કરજો અથવા તો સરકારને જાણ કરજો અમે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરીશું. પણ જો તમે અમને જ કોઈ સમસ્યાઓની જાણ નહીં કરો અને ઉદ્યોગો શરૂ નહીં કરો તો તેમાં સરકારને દોષ આપતા નહીં.

ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનશે: આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે એક મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેશે. ત્યારે દેશ વિશ્વમાં ત્રીજા નંબરની ઇકોનોમી બનશે. આમ વાઇબ્રન્ટ ગુજરાત થકી આપણે ખૂબ આગળ આવ્યા છીએ ત્યારે આપણે હવે ત્રીજી મોટી આર્થિક સત્તા સુધી પહોંચવાનું છે.

  1. Gate way of future : આ થીમ પર વાઇબ્રન્ટ ગુજરાત 2024 યોજાશે, તમામ જિલ્લામાં વન વાઇબ્રન્ટ વન ડિસ્ટ્રિક્ટથી ઉજવણી
  2. Gandhinagar News: ઈન્ડિયન ફાર્મા સેકટરમાં ઈનોવેશન અને રિસર્ચ માટે સરકાર કુલ 35,000 કરોડનું રોકાણ કરશેઃ મનસુખ માંડવિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.