શહેરના મુખ્ય વિસ્તાર સમા એસ.જી. હાઈવે ઉપર રાજપથ ક્લબ પાસે બેન્કવેટમાં 8 શખ્સો દારૂની હાલતમાં હોવાની પોલીસને બાતમી મળી હતી, જ્યાં પોલીસે દરોડા પાડતા 8 નબીરાઓ દારૂની હાલતમાં મળ્યા હતા.
આ તમામની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી અને મેડીકલ ચેકઅપ માટે મોકલ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.