ETV Bharat / state

ડિગ્રી ઇજનેરીમાં EWS બાદ 72 હજાર બેઠકો, વિદ્યાર્થીઓ માત્ર 32 હજાર - Gujarati News

અમદાવાદઃ ડિગ્રી એન્જિનિઅરિંગમાં પ્રવેશ માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. સોમવારે રજિસ્ટ્રેશનની સમય મર્યાદા પૂર્ણ થઇ રહી છે.ત્યારે અત્યાર સુધીમાં 32 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. EWS લાગુ થવાના કારણે ડિગ્રી ઇજનેરીમાં અંદાજે 12 હજારથી વધુ બેઠકોનો વધારો થતા કુલ બેઠકોનો આંકડો 72 હજાર સુધી પહોંચી ગયો છે.રજિસ્ટ્રેશન કરનારા તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવશે તેવું માની લઇએ તો પણ 40 હજારથી વધારે બેઠકો ખાલી પડશે.આ સ્થિતિમાં સંચાલકો માટે આ ખાલી બેઠકો કેવી રીતે ભરવી તેની સૌથી મોટી સમસ્યા ઊભી થઇ છે.

ડિગ્રી ઇજનેરીમાં EWS બાદ 72 હજાર બેઠકો ; સામે માત્ર  32 હજાર વિદ્યાર્થીઓજ
author img

By

Published : Jun 3, 2019, 12:55 PM IST

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ,ત્યારે બેઠકોની સંખ્યા 60 હજાર જેટલી હતી.આ સ્થિતિમાં પણ 35 હજારથી વધારે બેઠકો ખાલી પડશે તેવું ખુદ પ્રવેશ સમિતિના સત્તાધીશો પણ માનતા હતા.રાજ્ય સરકાર દ્વારા EWSમાં 25 ટકા બેઠકો વધારવાનો નિર્ણય કરતાં ડિગ્રી ઇજનેરીમાં અંદાજે 12 હજાર બેઠકોનો વધારો થયો છે.જેમાં સરકારી કોલેજોમાંજ 2700 બેઠકો વધી છે.

અત્યાર સુધી સરકારી ઇજનેરી કોલેજોમાં અંદાજે 11 હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. હવે EWS લાગુ કર્યા બાદ સરકારી ઇજનેરી કોલેજોની બેઠકો વધીને 13700 જેટલી થઇ ચુકી છે. આમ, ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે દરખાસ્ત કરનારા પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મળી રહે તેમ છે.છતાં બીજી બાજુ સ્વનિર્ભર કોલેજોની બેઠકોમાં પણ 9 હજાર જેટલી બેઠકો વધી ચુકી છે. આમ, કુલ 71 હજાર બેઠકોની સામે અત્યાર સુધીમાં 32 હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઇ ચુક્યું છે.

પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં નથી. આ સ્થિતિમાં માત્ર 28થી 29 હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો ખાલી બેઠકોનો આંકડો 45 હજારને પાર કરી જાય તેમ છે.જોકે,આટલી મોટી સંખ્યામાં ખાલી પડનારી બેઠકો કેવી રીતે ભરવી તેની સૌથી મોટી સમસ્યા ઊભી થઇ છે. વિદ્યાર્થીઓ માટે "સારા દિવસો આવી ગયા છે. પરંતુ સંચાલકોએ હવે વિદ્યાર્થીઓ શોધવા માટે અનેક પ્રકારની સ્કીમ, ફીમાં રાહત સહિતના નુસ્ખાઓ અજમાવવાનું શરૂ કર્યુ હોવાનું પણ બહાર આવ્યું છે.

R_GJ_AMD_02_03_JUN_2019_DEGREE_EJNERI_BETHAKO_STORY_YASH_UPADHYAY

ડિગ્રી ઇજનેરીમાં EWS બાદ 72 હજાર બેઠકો ; સામે માત્ર  32 હજાર વિદ્યાર્થી જ 

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે હાલ કાર્યવાહી ચાલી રહી છે. સોમવારે રજિસ્ટ્રેશનની સમયમર્યાદા પૂર્ણ થઇ રહી છે ત્યારે અત્યાર સુધીમાં ૩૨ હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. EWS લાગુ થવાના કારણે ડિગ્રી ઇજનેરીમાં અંદાજે ૧૨ હજારથી વધુ બેઠકોનો વધારો થતાં કુલ બેઠકોનો આંકડો ૭૨ હજાર સુધી પહોંચી ગયો છે. રજિસ્ટ્રેશન કરનારા તમામ વિદ્યાર્થીઓ ઇજનેરીમાં પ્રવેશ મેળવશે તેવું માની લઇએ તો પણ ૪૦ હજારથી વધારે બેઠકો ખાલી પડે તેમ છે. આ સ્થિતિમાં સંચાલકો માટે આ ખાલી બેઠકો કેવી રીતે ભરવી તેની સૌથી મોટી સમસ્યા ઊભી થઇ છે. 

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે બેઠકોની સંખ્યા ૬૦ હજાર જેટલી હતી. આ સ્થિતિમાં પણ ૩૫ હજારથી વધારે બેઠકો ખાલી પડશે તેવું ખુદ પ્રવેશ સમિતિના સત્તાધીશો પણ માનતા હતા. રાજ્ય સરકાર દ્વારા EWSમાં ૨૫ ટકા બેઠકો વધારવાનો નિર્ણય કરતાં ડિગ્રી ઇજનેરીમાં અંદાજે ૧૨ હજાર બેઠકોનો વધારો થયો છે. જેમાં સરકારી કોલેજોમાં જ ૨૭૦૦ બેઠકો વધી છે. અત્યાર સુધી સરકારી ઇજનેરી કોલેજોમાં અંદાજે ૧૧ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. હવે EWS લાગુ કર્યા બાદ સરકારી ઇજનેરી કોલેજોની બેઠકો વધીને ૧૩૭૦૦ જેટલી થઇ ચુકી છે. આમ, ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે દરખાસ્ત કરનારા પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓને સરકારી કોલેજમાં પ્રવેશ મળી રહે તેમ છે. બીજીબાજુ સ્વનિર્ભર કોલેજોની બેઠકોમાં પણ ૯ હજાર જેટલી બેઠકો વધી ચુકી છે. આમ, કુલ ૭૧ હજાર બેઠકોની સામે અત્યાર સુધીમાં ૩૨ હજાર વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થઇ ચુક્યું છે. 

પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે રજિસ્ટ્રેશન કરાવનારા પૈકી તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં નથી. આ સ્થિતિમાં માત્ર ૨૮થી ૨૯ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો ખાલી બેઠકોનો આંકડો ૪૫ હજારને પાર કરી જાય તેમ છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ખાલી પડનારી બેઠકો કેવી રીતે ભરવી તેની સૌથી મોટી સમસ્યા ઊભી થઇ છે. વિદ્યાર્થીઓ માટે અચ્છે દિન આવી ગયા છે પરંતુ સંચાલકોએ હવે વિદ્યાર્થીઓ શોધવા માટે અનેક પ્રકારની સ્કીમ, ફીમાં રાહત સહિતના નુસ્ખાઓ અજમાવવાનું શરૂ કર્યુ હોવાનું પણ બહાર આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.