- રાજ્યમાં આવતા લોકો માટે 72 કલાકનો RTPCR ટેસ્ટ ફરજિયાત
- રાજ્ય સરકાર દ્વારા 27 માર્ચે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
- નિર્ણયના લીધે લેબોરેટરી પર ભારણ વધી જાય
અમદાવાદ: રાજ્યમાં પરત ફરતા સમયે 72 કલાક અને તેની અંદરનો RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત રહેશે. જે વ્યક્તિનો ટેસ્ટ નેગેટિવ આવે તેને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ આ બાબતને લઈને રાજ્ય સરકાર દ્વારા 27 માર્ચે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ABVP દ્વારા RTPCR ટેસ્ટ કરવાની તારીખ મુલતવી રખાઇ
નિયમોની હાઇકોર્ટ દ્વારા જાટકણી કારવામાં આવી
આ પત્ર 5 તારીખથી અમલી બનાવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પોતાના અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. આ નિયમોની હાઇકોર્ટ દ્વારા જાટકણી કારવામાં આવી હતી. ત્યારબાદ હવે ફરી એક વખત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પરિપત્ર જ માન્ય ગણવાનો રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિપત્ર જાહેર કરીને આદેશ કરવો પડ્યો છે.
આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડતા લોકો પરેશાન
જરૂરિયાત વાળા લોકોનો ટેસ્ટ શક્ય બનતો નથી
રાજ્ય બહારથી આવતા લોકો માટે જે પ્રકારે રિપોર્ટની વાત કરવામાં આવી છે. તે અંગે ICMR દ્વારા રિપોર્ટ અંગેની માહિતી આપવામાં આવી છે કે, વારંવાર લોકો બહાર રાજ્યોમાંથી આવતા જતા સમયે રિપોર્ટ ધરાવતા હોવાના કારણે લેબોરેટરી પર ભારણ વધી જાય છે. તેના કારણે જરૂરિયાત વાળા લોકોનો ટેસ્ટ શક્ય બનતો નથી. આ મુદ્દે તંત્રએ વિચારણા કરવાની જરૂરી છે.