અમદાવાદ: શહેરમાં અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં મ્યુનિ. કમિશનર મુકેશ કુમાર તેમજ અન્ય અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં સમીક્ષા પછી કન્ટેઇનમેન્ટ ઝોન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે ઈસનપુરમાં સમ્રાટ નગરમાં 1023 મકાનમાં કુલ 5031 લોકો રહે છે.
મંગળવારે કોરોનાના 15 કેસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ હજાર લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકી દીધા છે. મહત્વનું છે કે, 16 જેટલા વિસ્તારને માઈક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે 18 નવા વિસ્તારને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ શહેરમાં 238 માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા 18 વિસ્તારમાં 3 દક્ષિણ, 5 ઉત્તર-પશ્ચિમ, 3 પશ્ચિમ ઝોન, 2 પૂર્વ વિસ્તાર, 1 ઉત્તર અને 5 દક્ષિણ પશ્ચિમના વિસ્તારો સામેલ છે.