અમદાવાદઃ ‘કોરોના’ આ શબ્દએ આખા વિશ્વને હચમચાવી નાખ્યુ છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવાના સૌથી અસરકારક ઉપાય તરીકે સમગ્ર દેશમાં લોકડાઉન અમલી બનાવાયું છે. લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અવરજવર ન કરે તેવા આશયથી પ્રથમ લોકડાઉન તારીખ 25 માર્ચથી અમલી બનાવાયું. પ્રથમ તબક્કો તારીખ 25 માર્ચથી 14 એપ્રિલ સુધી જાહેર કરાયો હતો. વધતા કેસ સંદર્ભે બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે દરમિયાન રહ્યો હતો અને તારીખ 4 મે’થી 17 મે’ સુધીનો ત્રીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ખુબ ચુસ્ત અમલ હોવા છતા રાજ્યના કુલ પૈકી મહત્તમ કેસો અમદાવાદ શહેરમાં નોધાયા છે. શહેરનું આ સંક્રમણ જિલ્લામાં એટલે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ન વધે તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને રાતદિવસ ખડેપગે કામ કરીને કોરોનાને એક ચોક્કસ લેવલ સુધી અટકાવવા પ્રયત્ન કર્યો છે.
અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સત્વરે રક્ષાત્મક પગલા લેવા શરૂ કરી દેવાયા હતા.
સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે જિલ્લામાં નાગરિકોને તેમના હાથ ધોવા માટે 2.18 લાખ સાબુ અપાયા છે. જિલ્લામાં બ્લડ કલેક્શન કેમ્પ યોજીને અત્યાર સુધીમાં 1678 લોકોના બ્લડ લેવામાં આવ્યા છે. પી.એમ રીલીફ ફંડમાં રૂપિયા 4.05 કરોડ તથા મુખ્ય મંત્રીરાહત ફંડમાં રૂપિયા 414 કરોડ આપવામાં આવ્યા છે.
જિલ્લામાં 6 પાક માટે એ.પી.એમ.સી કાર્યરત કરાઈ છે. જેમાં 10,224 ક્વિન્ટલ ઘંઉ, 1289 ક્વિન્ટલ દિવેલા, 38 ક્વિન્ટલ કપાસ, 90 ક્વિન્ટલ ચણા, 1800 ક્વિન્ટલ ડાંગર તથા 30 ક્વિન્ટલ અન્ય પાકોની આવક થઈ છે. શ્રમિકને વતન મોકલવામાં આવ્યા તે પહેલા શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી કુલ 37,89,202 ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે, જ્યારે 36,757 કીટનું વિતરણ કરાવામાં આવ્યું છે.
લોકડાઉનનો ચુસ્ત અમલ જિલ્લામાં કરાઈ રહ્યો છે. લોકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં 467 લોકોની અટાકાયત કરાઈ છે, 615 વાહનો ડીટેઈન કરાયા છે જ્યારે 411 જેટલી એફ.આઈ.આર નોંધવામાં આવી છે. આમ કુલ 1493 જેટલા ગુના નોંધાયા છે. જિલ્લામાં કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 12,372 કોલ રીસીવ કરવામાં આવ્યા છે. જેમાં અન્નને લગતા 2596, રાશનને લગતા 4044, શાકભાજી અને ફળને લગતા 4, ટ્રાન્સ્પોર્ટેશન માટે 4371, દૂધ-કરિયાણા માટે 206, દવાઓ માટે 25, અન્ય તબીબી સહાય માટે 62, વોટર સેનીટેશન તથા અન્ય નાગરિક જરૂરિયાત માટે 51 અને 965 ફરિયાદોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે 1,15,914 કોલ આવ્યા છે.
જિલ્લામાં NFSA (APL-1 )PHASE-2માં હેઠળ કુલ પૈકી 99,489 લોકોને અનાજ અપાયું છે. જ્યારે NFSA હેઠળ જિલ્લામાં 1,57,931 લોકોને આવરી લેવાયા છે. PMGKY યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 1,78,170 લાભાર્થિઓ પૈકી 1,62,987 લાભાર્થીઓને અનાજ અપાયુ છે. એટલે કે 91.48 % સિધ્ધી હાંસલ કરાઈ છે. અન્ન બ્રહ્મ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં 8136 પરિવારોના 27,843 લોકોને તથા ફેઝ-1 માં 10,123 પરિવારોના 41,186 લોકોને લાભાંવિત કરાયા છે. NON NFSA હેઠળ 1,23,394 લોકોને અનાજ વિતરણ કરાયું છે.
જિલ્લામાં 20 વૃધ્ધાશ્રમોમાં 703 વૃધ્ધજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જ્યારે 87 જેટલા ભિક્ષુકોનુ ચેક-અપ કરાયું છે. આજ રીતે બાળસંભાળ ગૃહોમાં 158 બાળકોની મેડિકલ તપાસ કરાઈ છે.