અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ન નીકળી શકતા આખી ઘટનામાં રાજકીય રંગ રેડાયો હતો. રથયાત્રા ન નીકળતા મંદિરના મહંતે સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા, ત્યારે આ માહોલ વચ્ચે શહેરના વસ્ત્રાપુર અને સેટેલાઇટ વિસ્તારમાં અનેક સ્થળ પર સરકાર વિરોધી પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં હિન્દુ ઠેકેદારો લક્ષી લાગેલા પોસ્ટર મામલે 4 લોકોની અટકાયત - arrested in poster case targeting Hindu contractors in the city
શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે.
હિન્દુ ઠેકેદારો લક્ષી લાગેલા પોસ્ટર મામલે 4 લોકોની અટકાયત