ETV Bharat / state

અમદાવાદ શહેરની આ 4 હોસ્પિટલ હવે કોરોનાની સારવાર નહીં આપી શકે - Bodyline hospital ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરની 4 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે ડિનોટીફાય કરવામાં આવી છે. એટલે કે હવે આ ચાર હોસ્પિટલો કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવાર નહીં કરી શકે. આ હોસ્પિટલોમાં બોડીલાઇન હોસ્પિટલ- પાલડી, સેવિયર એનેક્સ - આશ્રમ રોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ અને તપન હોસ્પિટલ રખિયાલ-બાપુનગરનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરની આ 4 હોસ્પિટલો કોરોનાની સારવાર નહી આપી શકે

author img

By

Published : Jul 23, 2020, 10:35 PM IST

અમદાવાદ: અમદાવાદની બોડીલાઇન હોસ્પિટલ- પાલડી, સેવિયર એનેક્સ - આશ્રમ રોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ અને તપન હોસ્પિટલ રખિયાલ-બાપુનગરમાં હવે કોરોનાની સારવાર નહી થઈ શકે. આ 4 હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે AMC દ્વારા ડિનોટિફાય કરી દેવામાં આવી છે.

આ ચાર હોસ્પિટલો સામે કેટલીક ફરિયાદો થઇ હતી. જેના કારણે મ્યુનિ. તંત્ર દ્વારા કોરોનાની સારવાર માટે નક્કી થયેલી હોસ્પિટલોની ચકાસણી માટે ઝોનલ આસી. પ્રોફેસર, ડે. હેલ્થ ઓફિસર, એસવીપી હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ઓએસડી એમ ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે.

ચકાસણીમાં વિગતો સામે આવી હતી કે ચારેય હોસ્પિટલમાં ખાનગી બેડ કરતા એએમસીના ક્વોટાની બેડમાં બહુ જ ઓછા દર્દીઓને સારવાર અપાતી હતી, મૃત્યુદર પણ ઉંચો હતો અને તેઓ કોરોનાના દર્દીઓના ડેટા પણ યોગ્ય રીતે આપી શકતા ન હતા. આ ખામીઓનો રિપોર્ટ કમિશનર મુકેશ કુમારને સુપ્રત કર્યો હતો.

જેના કારણે કમિશનરે તાત્કાલિક અસરથી આ ચારેય હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે નક્કી કરાયેલી હોસ્પિટલોના લિસ્ટમાંથી દૂર કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવેથી આ હોસ્પિટલો નક્કી કરેલા બેડ પર કોરોનાના એક પણ દર્દીને દાખલ કરી શકશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.