ETV Bharat / state

બાવળા બગોદરા હાઈવે પર થયેલ લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ - લૂંટ કેસ ન્યૂઝ

અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ITના અધિકારીની ઓળખ આપીને 3.37 કરોડની લૂંટમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસને લુંટ કરનાર 4 લોકોની ધરપકડમાં સફળતા મળી છે. આરોપીઓ UPના હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેમાંથી એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે છે. પોલીસની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ લૂંટમાં કુલ 10 આરોપીઓ સામેલ હતા.

IT અધિકારી બની કરી હતી લૂંટ
IT અધિકારી બની કરી હતી લૂંટ
author img

By

Published : Mar 6, 2021, 9:45 AM IST

  • બગોદરામાં 3.37 કરોડ લૂંટ કેસમાં 4 લોકોની ધરપકડ
  • IT અધિકારી બની કરી હતી લૂંટ
  • UP ગેંગના 4 લોકોની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ

અમદાવાદ: જિલ્લાના બગોદરા વિસ્તારમાં ગઈ 24 ફેબ્રુઆરીના રોજ ચાલુ ST બસમાંથી આંગડિયા પેઢીના કર્મચારીઓને ITના અધિકારીની ઓળખ આપી લુંટ કરનાર આ તમામ લોકો પોલીસની પકડમાં આવ્યા છે. આરોપી UPથી ગઈ 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં આવ્યો હતો અને નરોડાની એક હોટલમાં રોકાણ કર્યું હતું. સૌ પ્રથમ આ લોકોએ રેકી કરી અને ત્યારબાદ તેઓએ ભાડે લીધેલી કારની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો. મહત્વનું છે કે આ લોકો પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતા. યોગેશ જાટ અને પુષ્કર સિંગ મુખ્ય આરોપી છે અને કર્મવીર સિંગે હથિયારની વ્યવસ્થા કરી હતી.

આરોપીઓ તમામ UP અને MPના હોવાનું આવ્યું સામે

આ તમામ આરોપીઓએ પહેલા રેકી કરી હતી અને ત્યારબાદ એક ગાડી સેલ્ફ ડ્રાઈવિંગથી લઈ 6 લોકો નીકળી ગયા હતા. આ લોકોની ગેંગના 2 લોકો જે બસમાં આંગડિયાના કર્મચારીઓ બેઠા હતા તેમાં બેઠા હતા .આ લોકોએ ગાડીની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી. આ લોકો બગોદરા પાસે જઈ ભોગ બનનારને ITના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓ અને ફરાર 6 આરોપીઓ તમામ UP અને MPના હોવાનું સામે આવ્યું છે. આરોપી પુષ્કર સિંગ તો લીંમડીના ચોરીના ગુનામાં પણ ફરાર હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસે નકલી પોલીસ બનનાર શખ્સની કરી ધરપકડ

પોલીસે તપાસ હાથ ધરી છે

આરોપીઓએ કાર પણ રસ્તામાં મૂકી દીધી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટનો પ્રયત્ન કરી ચૂકી છે. હાલ આ ગુનામાં 6 લોકો ફરાર છે અને 2.90 કરોડનો મુદ્દામાલ પણ કબ્જે કરવાનો બાકી છે. જેથી પોલીસની અલગ-અલગ ટીમો તેમને પકડવા તપાસ કરી રહી છે.

લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.