વેકેશન પહેલા વાર્ષિક પરિક્ષાઓ શરૂ થશે. ખાનગી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરિક્ષાઓ શરૂ થઈ ચૂકી છે, જ્યારે બાકીની શાળાઓમાં આ સપ્તાહમાં પરિક્ષાઓ શરૂ થશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 8 એપ્રિલથી પરિક્ષાઓ શરૂ થશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. ધોરણ 9 અને 11ની પરિક્ષાઓ પણ 8 એપ્રિલથી જ શરૂ થશે. આમ એપ્રિલ મહિનામાં રાજ્યની તમામ શાળાઓમાં પરિક્ષાઓ પૂર્ણ થઇ જશે.
પરિક્ષાના માહોલમાં શાળા નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશન અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. 6 મે થી 9 જૂન દરમિયાન ઉનાળુ વેકેશન રહેશે. આમ 35 દિવસનું ઉનાળુ વેકેશન બાદ 10 જૂનના રોજ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે.