હાલ વરસાદી માહોલને કારણે રોગચાળો ફેલાયેલો છે. એવામાં હવે કોંગો ફીવર લોકોના જીવ લઈ રહ્યો છે. જો કે અત્યાર સુધીમાં કોંગો ફીવરથી 3 લોકોના મોત થયા છે. એસ.વી.પી હોસ્પિટલમાં કોંગો ફીવરના નોંધાયેલા આઠ દર્દીના સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલાયા છે. જેમાંથી એક તબીબનો રિપોર્ટ નોર્મલ આવ્યો છે. જોકે હજુ પણ એક તબીબ સહિત બે નર્સ સતત ઓબ્ઝર્વેશન હેઠળ છે. બુધવાર સાંજ સુધીમાં તેમના બ્લડ સેમ્પલનો અહેવાલ આવે તેવી શક્યતા છે.
મ્યુનિ.સંચાલિત એસ.વી.પી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસમાં જ કોંગો ફીવરના શંકાસ્પદ 8 કેસ દાખલ થયા હતા. તે તમામના બ્લડ સેમ્પલ પૃથક્કરણ માટે પુણેની લેબોરેટરીમાં મોકલાયા છે. જોકે માત્ર એક તબીબનો લોહીની તપાસનો અહેવાલ મ્યુનિ.ને મળ્યો છે, જે નેગેટિવ આવ્યો છે. એટલે કે સારવાર કરનારા એક તબીબને કોંગો ફીવર ન હોવાનું જોવા મળ્યું છે. જો કે હજુ પણ એક તબીબ અને બે નર્સ ઓબ્ઝર્વેશન હેઠળ છે.
રાજ્યમાં હાલ કોંગો ફિવર માથું ઉંચી રહ્યું છે લીંબડી તાલુકાના ગામના સુખી અને લીલાબેન સિંઘમના કોંગો ફિવરથી મોત થયું છે. સુરેન્દ્રનગરના ત્રણ મહિલાને કોંગો પોઝિટિવ અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જે ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદના રાયખડના યુવાન સહિત બે ડોક્ટર બે પેરામેડિકલ સ્ટાફ હાલ સારવાર હેઠળ છે. જેમાં ભાવનગરની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 15 પેશન્ટ હાલ એડમિટ છે. જેમાંથી 12ના રિપોર્ટ નેગેટિવ છે અને 3ના રિપોર્ટ આજે સાંજે આવશે.