વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને કારમી હાર આપી હતી. રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરના ટક્કર આપનાર કોંગ્રેસના રઘુ દેસાઈએ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.
જ્યારે વર્ષોથી ભાજપના પ્રધાન પરબત પટેલની બેઠક થરાદ ઉપર એક હથ્થુ શાસન હતું. જેમણે પરાજિત કરીને વિજેતા બનનાર ગુલાબસિંહ રાજપુત, બાયડ બેઠક પર અલ્પેશ ઠાકોરના શિષ્ય ધવલસિંહ ઝાલને હરાવનાર જશુ પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ ગ્રહણ કર્યા હતા.
આ અંગે વાત કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે," ત્રણેય ધારાસભ્ય વિધાનસભગૃહમાં લોકો પ્રશ્નોની રજૂઆત કરે. પોતાના મતવિસ્તારમાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી."
કોંગ્રેસના ધારાસભ્યો શપથ ગ્રહણ સમારોહ પહેલા વિધાનસભામાં વિપક્ષના હૉલમાં તમામ ધારાસભ્યોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પાટીદાર આંદોલનના કન્વીનર અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સહિતના નેતા હાજર રહ્યાં હતા.