ETV Bharat / state

ગોધરાકાંડના આરોપીના હાઈકોર્ટે વચગાળા જામીન મંજુર કર્યા - Godhra railway station

ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2002માં ગોધરામાં સાબરમતી ટ્રેન નરસંહાર કેસના આરોપીની કિડનીમાં થયેલી પથ્થરી અને અન્ય સમસ્યાઓને લીધે જેલમાં યોગ્ય સારવાર ન થતી હોવાથી શુક્રવારના રોજ જામીન મંજુર કર્યા હતા.

2002 સાબરમતી ટ્રેન નરસંહાર આરોપીના હાઈકોર્ટે વચગાળા જામીન મંજુર કર્યા

author img

By

Published : Jul 31, 2020, 10:22 PM IST

અમદાવાદ: વર્ષ 2002 ગોધરામાં સાબરમતી ટ્રેન નરસંહાર કેસના આરોપી ફારૂક ભાણાના શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે 15 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા છે.

કિડનીમાં થયેલી પથ્થરી અને અન્ય સમસ્યાઓને લીધે જેલમાં યોગ્ય સારવાર ન થતી હોવાથી આરોપી તરફે હોસ્પિટલમાં સારવાર માટે વચગાળા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

હાઈકોર્ટે આરોપી તરફે દાખલ કરાયેલી અરજીમાં સરકારી વકીલને મેડિકલ સર્ટિફિકેટ અને સમસ્યની ખરાઈ તપાસવાનો આદેશ કર્યો હતો.

આરોપીને ખરા અર્થમાં આરોગ્ય લક્ષી સમસ્યાઓ હોવાથી જેની સારવાર જેલમાં થઈ શકતી ન હોવાથી સારવાર માટે 15 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા છે.

હાઇકોર્ટ નોંધ્યું કે, આરોપીને વચગાળા જામીન આપવામાં આવશે તો પરિવારજનો દ્વારા યોગ્ય સારવાર થઈ શકશે. આરોપીનું સ્વાસ્થ સારું ન રહેતું હોવાથી 15મી થી 18મી જુલાઈ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે 15 હજારના પર્સનલ બોન્ડ પર આરોપી ફારૂક ભાણાના 15 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા છે. હાઈકોર્ટે નોંધ્યું કે જેલમાંથી જામીન મુક્ત કરવામાં આવે ત્યારે અને પાછા જેલ સત્તાધીશ સમક્ષ સરેન્ડર કરે ત્યારે પણ કોરોનાની તપાસ થવી જોઈએ. આરોપીને ગુજરાત બહાર જવાની મંજૂરી પણ કોર્ટ દ્વારા આપવામાં આવી નથી.

નોંધનીય છે કે, વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એચ.સી. વોરાએ વર્ષ 2002 ગોધરા સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નરસંહાર કેસમાં આરોપી ફારૂક ભાના અને ઇમરાન શેરુને બોગી નંબર S6માં ષડયંત્ર રચવાના ભાગરૂપે આજીવન કેદની સજા ફટકારી હતી. 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાના રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં અચાનક આગ લાગી હતી અને તેમાં 59 કારસેવકોના મોત નીપજ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.