ETV Bharat / state

અમદાવાદની કેમિકલ ફેક્ટરીમાં 2 મજૂરના મોત, બેદરકારી બદલ નોંધાયો ગુનો - શ્રી શક્તિ કેમિકલ કંપની

અમદાવાદ વટવા GIDC વિસ્તારમાં ડાયઝ બનાવતી કંપનીમાં 2 મજૂરોના કેમિકલના કારણે મોત નિપજ્યા છે. આ 2 મજૂરોના મોતના પગલે વટવા GIDC પોલીસે કંપનીના બે માલિકો અને સુપરવાઈઝર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ahmedabad
અમદાવાદ
author img

By

Published : Jul 19, 2020, 11:27 AM IST

અમદાવાદ: શહેરના વટવામાં 2 મજૂરોના મોત થતા ફરીથી કારખાનામાં કામ કરતા મજૂરોની સલામતી અને સેફ્ટી પર અનેક સવાલ ઉભા થયા છે. શહેરની વટવા GIDCમાં આવેલ અને ડાયઝ બનવાનું કામ કરતી શ્રી શક્તિ કેમિકલ કંપનીમાં શુક્રવારે સવારે કંપનીના સુપરવાઇઝરે ડાયસ બનાવવા માટે વેસલામાં માલ નાખવા મજૂરોને કહ્યું હતું. જેના કારણે ત્યાં હાજર મજૂરોએ કામ શરૂ કર્યું હતું. આ દરમ્યાન વેસલામાં પ્લાસ્ટિકની થેલી પડી જતા સુપરવાઇઝરે વિશાલ નામના મજૂરને લેવા માટે નીચે ઉતાર્યો હતો.

અમદાવાદ: કેમિકલ ફેકટરીમાં 2 મજૂરોના મોત ,બેદરકારી બદલ નોધાયો ગુનો

જો કે, વેસલામાં કેમિકલની અસર થતા વિશાલ તરત જ બેભાન થઈ ગયો હતો. જેના કારણે તેને બચાવવા નંદલાલ અને દેવીલાલ નામના મજૂરો પણ વેસલામાં પડ્યા હતા અને તેમને પણ કેમિકલની અસર થતા બેભાન થયા હતાં, ત્યારબાદ આ તમામ 3 મજૂરોને બહાર કાઢતા વિશાલ અને નંદલાલ નામના બે મજૂરોના સ્થળ પર જ મોત થયાં હતાં. જ્યારે અન્ય એક મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આમ, શહેરમાં આવી અનેક કંપનીઓ ધમધમી રહી છે અને કરોડો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ આ પ્રકારની કંપનીમાં અને કારખાનામાં સુરક્ષાના નામે મીંડું જોવા મળે છે. જેના કારણે દર વખતે નિર્દોષ પેટ માટે વેઠ કરતા મજૂરોને મોતને ભેટવાનો વારો આવે છે. શક્તિ કેમિકલમાં કામ કરતા મજૂરો સાથે પણ આવું બન્યું છે.

આ અંગે એક મજૂરોનું કહેવું છે કે, મને અનેકવાર સેફ્ટીના સાધનો આપવા માટે સુપરવાઈઝરને કહેલું છે, તેમ છતાં કંપનીના સતાધીશો દ્વારા મજૂરોની સેફ્ટી બાબતે કોઈ પગલાં લેવાતા નથી. આખરે આ પ્રકારનો બનાવ બન્યો હતો, ત્યારે વટવા પોલીસે કંપનીના 2 માલિક નવનીત બાબરીયા, હિંમત ભુવા અને સુપર વાઇઝર રાજુ પટેલ સામે ગુનો નોંધી સુપરવાઇઝરની ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.