ETV Bharat / state

પીરાણા અગ્નિકાંડ બાદ ગેરકાયદે ચાલતા 18 ગોડાઉન સીલ, રાજ્ય સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી

ગુજરાતમાં ગેરકાયદેસર ચાલતા ઇન્ડસ્ટ્રીયલ એકમને સીલ કરવા તેમજ ગેરકાયદેસર થયેલા ફેક્ટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂ આત કરવામાં આવી છે. અમદાવાદમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુકા એસ્ટેટમાં આવેલી ૧૩ જેટલા એકમોને અંદાજે 5600 ચો. મીટરનો એરીયા સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા ૧૮ એકમોને સીલ કરવાની નોટીસ અપાઈ છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : Nov 10, 2020, 9:06 PM IST

  • NOC વગર ગેરકાયદે ચાલતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે ગુજરાતભરમાં ઝુંબેશ
  • અમદાવાદમાં ગેરકાયદેસર ચાલતા 18 ગોડાઉન સીલ
  • રાજ્ય સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી
  • 18 નવેમ્બરે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપાશે

અમદાવાદ : અમદાવાદ શહેરનાં પીરાણા- પીપલજ રોડ ઉપર કેમીકલ ગોડાઉનમાં બનેલી ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. સરકાર દ્વારા બનાવેલી સમિતી દ્વારા પ્રથમ તબક્કામાં અપાયેલા સૂચના બાદ ગુજરાતભરમાં ગેરકાયદે ચાલતા ઈંડસ્ટ્રીયલ એકમને સીલ કરવા તેમજ ગેરકાયદેસર થયેલા ફેક્ટરી-ગોડાઉનનાં બાંધકામોની સામે કાયદાકીય પગલા ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

અમદાવાદ માં 13 જેટલા એકમો સીલ

રાજ્યમાં બનતા આગના બનાવોને રોકવા સરકાર દ્વારા રચાયેલી સમિતીના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રા દ્વારા મ્યુનિસીપલ કમીશનરોને સૂચના બાદ અમદાવાદમાં રેવાકાકા એસ્ટેટ અને નાનુકા એસ્ટેટમાં આવેલી ૧૩ જેટલા એકમોને અંદાજે ૫૬૦૦ ચો. મીટરનો એરીયા સીલ કરી દેવાયો છે. આ ઉપરાંત, AMC, GPCB અને DISH દ્વારા રચાયેલી ટીમ દ્વારા ૧૮ એકમોને સીલ કરવાની નોટીસ આપવામાં આવી છે.

NOC વગર ગેરકાયદે ચાલતા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી

આ ઉપરાંત AMC દ્વારા વસ્ત્રાલ અને લાંભાના ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટેની ઝૂમ્બેશ ચાલુ કરાઇ છે. આવા NOC વગર ગેરકાયદે ચાલતા ઈંડસ્ટ્રીયલ યુનિટ સામેની ઝુંબેશ સોમવારથી દરેક મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ચાલુ કરી સીલ કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે.

સોમવારે રાજય સરકાર દ્વારા રચાયેલી સમિતીની અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં અધ્યક્ષપણા હેઠળ રીવ્યું બેઠક યોજાઈ હતી. જેમાં GPCBના ચેરમેન સંજીવ કુમાર, અમદાવાદનાં ડેપ્યુટી કમિશ્નર બી.કે.મહેતા, GPCBનાં સભ્ય સચિવશ્રી, DISH ડાયરેક્ટર તેમજ અન્ય સીનીયર અધિકારીઓ હાજર હતા.

18 નવેમ્બરે રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કરાશે

અધિક મુખ્ય સચિવ, વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર પ્રથમ દ્ર્ષ્ટીએ ગેરકાયદેસર લાગતા ઈંડસ્ટ્રીયલ યુનિટને સીલ કરવાની ઝુંબેશ આખા રાજ્યમાં ચાલુ કરવા માટે દરેલ કલેક્ટરને સુચના આપવામાં અવી છે. ઉપરાંત, આ જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રિપોર્ટ” 13 નવેમ્બર સુધીમાં મગાવવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરને મૃતકોનાં વારસદારોને મળતું વળતર જલ્દી ચુકવવા માટે પણ કહેવામાં આવ્યું છે.

અમદાવાદ આગનો મામલો NGTને સોપવામાં આવ્યો

પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલી વિસ્ફોટ અને આગની દુર્ઘટનાનો અહેવાલ NGT સમક્ષ તારીખ 11 નવેમ્બરનાં રોજ આપવામાં આવશે. પોલીસ દ્વારા પણ પીરાણા- પીપલજ રોડનાં કેમીકલ ગોડાઉનમાં બનેલ ઘટના બાદ FIR નોંધી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ GPCB દ્વારા પણ સપ્લીમેંટરી FIR આપવામાં આવી છે.

વિપુલ મિત્રાનાં જણાવ્યા અનુસાર, જોઈન્ટ સર્વેનો “એક્શન ટેકન રિપોર્ટ” તારીખ 13 નવેમ્બર 2020 સમિતી પાસે આવ્યા બાદ, રાજય સરકારને 18 નવેમ્બર સુધીમાં સોંપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.