ETV Bharat / state

વસ્ત્રાલમાં 17 વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ

અમદાવાદના વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની (17 year old girl was raped by her friend of father) ઘટના સામે આવી છે. પિતાના મિત્રએ અવાવરુ જગ્યા પર લઈ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આ બાબતે કોઈને જાણ થઈ તો માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. સગીરાને ગર્ભ રહી જતાં પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ હતી. જે મામલે સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોકસો અને દુષ્કર્મની (Complaint under POCSO and misdemeanor section) કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

વસ્ત્રાલમાં 17 વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ
વસ્ત્રાલમાં 17 વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ
author img

By

Published : Dec 21, 2022, 11:38 AM IST

અમદાવાદ: દુષ્કર્મની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની (17 year old minor was raped in Ahmedabad) ઘટના સામે આવી છે. રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વસ્ત્રાલ ગામમાં 17 વર્ષીય સગીરા પર પિતાના મિત્રએ દુષ્કર્મ (17 year old minor was raped by her friend of father) આચર્યું હતું.

પિતાના મિત્રએ આચર્યું દુષ્કર્મ: નવરાત્રીના સમયગાળા દરમિયાન એક દિવસે સગીરાના ઘરે પિતાનો મિત્ર ચંદુજી ડોડીયા આવ્યો હતો અને તેને મજૂરી કામ માટે લઈ જવાનું કહીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી અવાવરુ જગ્યા પર લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ વાતની કોઈને જાણ કરી તો તારા માતા-પિતાને મારી નાખીશ તે પ્રકારની સગીરાને ધમકી આપતા સગીરા ડરી ગઈ હતી.

આ પણ વાંચો: ગર્ભવતી બનાવી પ્રેમિકાને છોડી દેનાર પ્રેમી પકડાયો, ખુલ્યાં કપટી પ્રેમીના રહસ્યો

ગર્ભ રહી જતાં થઈ જાણ: જે ઘટના બાદ સગીરા પર દુષ્કર્મનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સગીરાને ઘરમાં માનસિક અસ્થિર ભાઈ હોય તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ હતી. કારણ કે તેના માતાપિતા સવારે ખેતરે મજૂરી કામ માટે નીકળી જતા અને સાંજે પરત ફરતા હતા. જે બાબતનો જ લાભ લઈને આરોપીએ સગીરાને વારંવાર પોતાની સાથે લઈ જઈને તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના લીધે સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને એક દિવસ ઉલટી કરતા જોઈ માતાએ ફોસલાવીને પૂછતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી. માતાએ તેને હોસ્પિટલ લઈ જઈ તબીબ પાસે ચેક કરાવતા તેને ચારથી પાંચ માસનો ગર્ભ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. જેથી આ સમગ્ર ઘટનાને લઈને સગીરાના પરિવારજનોએ રામોલ પોલીસ સ્ટેશનમાં ચંદુજી ડોડીયા નામના આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

આરોપીને શોધવા કવાયત: રામોલ પોલીસે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી 45 વર્ષીય આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે. આ ગુનામાં સામેલ આરોપી પોતે પરિણીત હોવાનું અને તેને પણ સંતાનો હોવાનું સામે આવ્યું છે. આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ વટવામાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ ગુજારતા તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ આનંદનગરમાં પરણીતાના પતિના મિત્રએ તેની પર દુષ્કર્મ ગુજારતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 10 વોન્ટેડ આરોપીઓને પોલીસેને હવાલે કરીને મેળવો રોકડ ઈનામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.