ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરોએ પૈસા વસૂલવા 16 વર્ષના બાળકનુ કર્યુ અપહરણ - તોડફોડ

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં પૈસાની વસુલાત માટે વ્યાજખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી કિશોરનું અપહરણ કરીને લઈ ગયા હતા. પીડિત પરિવારે વ્યાજખોર વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.

ahd
author img

By

Published : Aug 3, 2019, 5:00 PM IST

શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા નીલમબેન પટેલે ત્રણ યુવકો સોલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નીલમબેન નાનાભાઈ મનોજ અને ભત્રીજા જય પટેલ સાથે રહે છે. નીલમબેનના નાનાભાઈ મનોજને કોઈ કારણસર દેવુ થઈ જતાં ઘરે વ્યાજખોરો પૈસા માટે આવતા હતા .જેથી મનોજભાઈ ઘર છોડીને જતા રહ્યાં હતા. ત્યારે 31 જુલાઈએ નીલમબેન અને તેમનો ભત્રીજો જય ઘરે એકલા હાજર હતાં ત્યારે, વ્યાજખોરો પ્રકાશ,અજિત અને હિતેશ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

અમદાવાદમાં વ્યાજખોરો પૈસા વસૂલવા 16 વર્ષના બાળકનુ અપહરણ કર્યુ, ETV BHARAT

વ્યાજખોરોએ તોડફોડ કર્યા બાદ મનોજના દીકરાને ગાડીમાં સાથે લઈ ગયા હતા. ત્યાર બાદ તેને ગાડીમાં હથિયારો બતાવીને માર માર્યો હતો અને વિવિધ જગ્યાએ ફેરવ્યો હતો. બાદમાં જયને બોપલ બ્રિજ પાસે ઉતારીને નાસી ગયા હતા. આ અંગે નિલમબેને પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો જે અંગે સોલા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Intro:અમદાવાદ

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં પૈસાની વસુલાત માટે વ્યાજખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી કિશોરનું અપહરણ કરીને સાથે લઈ ગયા હતા .જે બાદ ગાડીમાં બેસાડી કિશોરને અનેક જગ્યા લઈ ગયા હતા જે બાદ પરિવારે પોલીસને વ્યાજખોર વિરુદ્ધ અપહરણની ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે..

Body:શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા નીલમબેન પટેલે ત્રણ યુવકો સોલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં નીલમબેન નાનાભાઈ મનોજ અને ભત્રીજા જય પટેલ સાથે રહે છે. નીલમબેનના નાનાભાઈ મનોજને કોઈ કારણસર દેવુ થઈ જતા ઘરે વ્યાજખોરો પૈસા માટે આવતા હતા .જેથી મનોજભાઈ ઘર છોડીને જતા રહ્યા હતા. ત્યારે ૩૧ જુલાઈના રોજ નીલમ બેન અને તેમનો ભત્રીજો જય ઘરે એકલા હાજર હતા ત્યારે વ્યાજખોરો પ્રકાશ,અજિત અને હિતેશ હથિયારો સાથે ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઘરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી.

વ્યાજખોરોએ તોડફોડ કર્યા બાદ મનોજના દીકરાને ગાડીમાં સાથે લઈ ગયા હતા જે બાદ તેને ગાડીમાં હથિયારો બતાવીને માર માર્યો હતો અને વિવિધ જગ્યાએ ફેરવ્યો હતો.જે બાદ જયનેબોપલ બ્રિજ પાસે ઉતારી ને ભાગી ગયા હતા. આ અંગે નિલમબેને પોલીસને જાણ કરી હતી અને સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ યુવકો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો .જે અંગે સોલા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

બાઇટ-મુકેશ પટેલ(એસીપી-A- ડિવિઝન)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.