અમદાવાદ: મધદરીયેથી 194 કરોડની કિંમતના ઝડપાયેલા હેરોઇન અને 6 પાકિસ્તાની આરોપીઓ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ડ્રગ્સ ગેંગસ્ટર લોરેન્સ દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ગુજરાત ATS ની ટીમે લોરેન્સને નલિયાની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાત ATS ની ટીમે 9 કારણો જણાવીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે.
લોરેન્સની પૂછપરછ ચાલુ: ગુજરાત ATS એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે. ગુજરાત ATS માં વર્ષ 2022 માં 194 કરોડના ડ્રગ સાથે 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી હતી અને ત્યાર બાદ વધુ 2 આરોપીઓ જે ડ્રગ લેવા માટે આવવાના હતા તે લોકોને પણ પકડી પાડવામા આવ્યા હતા. મહત્વનું છે જે આ ડ્રગ જેલમાંથી લોરેન્સ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં હાલ પણ 3 આરોપીઓ ફરાર છે. જેમાં નાઇજીરીયાનો ચીફ ઓબોન્ના અની, મેરાજ અને સાઉથ આફ્રિકાની મહિલા બોગાની થાન્ડિલે ઉર્ફે અનિતા ફરાર છે.
ક્યાં મુદ્દાઓ હતા રિમાન્ડના?:
- આ ડ્રગ્સ જે પાકિસ્તાનથી મોકલવામાં આવેલું તે કોણે કોણે અને ક્યાં ક્યાં મોકલવાનું હતું તે જાણવું જરૂરી છે.
- પાકિસ્તાનથી આ ડ્રગ્સ મોકલનાર અબ્દુલાનું પૂરું નામ શું છે અને તેનો મોબાઈલ નંબર શું છે કારણ કે લોરેન્સ જેલમાં બંધ હોવા છતાં કઈ રીતે સંપર્ક કર્યો હતો.
- આરોપીએ આ સિવાય અન્ય કોઈ ડ્રગ્સનો જથ્થો દરિયા મારફતે મંગાવીને કોઈને મોકલેલ છે કે કેમ?
- આ ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવું જરૂરી છે.
- લોરેન્સ કોઈ આતંકી સંગઠન સાથે સંડોવાયેલો છે કે કેમ તે જાણવું પણ જરૂરી છે?
- આરોપીએ આ ડ્રગ્સના રૂપિયાથી કોઈ મિલકત વસાવી છે કે કેમ તે પણ જાણવું છે.
- આરોપીએ જેલમાં બંધ રહીને જે મોબાઇલથી અન્ય આરોપીઓને સંપર્ક કરેલ તે મોબાઇલ અને સીમ કાર્ડ કયા છે અને તેને કોની પાસેથી મેળવેલ તે જાણવું છે અને તેનું CDR મંગાવીને સાથે રાખીને પૂછપરછ કરવાની છે.
- આ ગુનામાં ફરાર મહિલા બોગાની દિલ્હીમાં ક્યાં રહે છે.
- લોરેન્સ સામે અલગ અલગ રાજ્યોમાં 90 થી વધુ ગંભીર ગુનાઓ છે જેથી તે આસાનીથી વધુ બોલે તેવું મુશ્કેલ છે જેથી તેની પૂછપરછ કરવી જરૂરી છે.
પૂછપરછમાં મોટા ખુલાસા થવાની સંભાવના: આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાત ATSની ટીમ હવે લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ હાથ ધરશે. તેની પૂછપરછમાં કેવા મોટા ખુલાસાઓ થાય છે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે. જોકે હાલ તો ગુજરાત ATS ની ટીમે ગેંગસ્ટર સામે ગાળિયો કસ્યો છે તેવું ચોક્કસ કહી શકાય.
આ પણ વાંચો Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર