- પિરાણા અગ્નિકાંડમાં 12 લોકોના મોત
- આગમાં દિકરા અને દિકરીએ ગુમાવી પોતાની માતા
- માતાને ગુમાવતા ઘરમાં માતમ છવાયો
અમદાવાદ : પિરાણા અગ્નિકાંડમાં 12 લોકોના જીવનદીપ બુઝાઇ ગયા છે. આ ઘટનામાં ભોગ બનેલાં એક મહિલાનાં પરિવારમાં થોડા દિવસો બાદ આવનારી ખુશી ગમમાં ફેરવાઇ ગઇ છે. આ આગની ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા નજમુનનિશાના દિકરા અને દિકરીના જાન્યુઆરીમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જેથી તેઓ બિહાર જવા માટેની તૈયારી પણ કરી રહ્યા હતા.
બે મહિના પછી દિકરા-દિકરીના લગ્નના સપના લઇ નજમુન થયાં જન્નતનશીન
પિરાણા અગ્નિકાંડમાં 12 લોકોના જીવનદીપ બુઝાઇ ગયા છે. આ ઘટનામાં ભોગ બનેલી એક મહિલાનાં પરિવારમાં થોડા દિવસો બાદ આવનારી ખુશી ગમમાં ફેરવાઇ ગઇ છે.

નજમુનનિશાના દિકરા અને દિકરીના જાન્યુઆરીમાં નક્કી થયા હતા લગ્ન
નારોલ-પીપળેજ ખાતે ગત બુધવારન રોજ સાહિલ એન્ટરપ્રાઈઝમાં બોઈલર ફાટવાના કારણે 12 લોકોના મોત થયા હતા. જેમાં 5 મહિલા અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. જોકે, આ ભયાનક આગની ઘટનામાં મૃત્યુ પામેલ મહિલા નજમુનનિશાંના દિકરા અને દિકરીના જાન્યુઆરીમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જેથી તેઓ બિહાર જવા માટેની તૈયારી પણ કરી રહ્યા હતા. એક તરફ ઘરમાં ખુશીનો માહોલ હતો. તો બીજી બાજુ આગમાં દિકરા અને દિકરીએ પોતાની માતાને ગુમાવતા ઘરમાં માતમ છવાઈ ગયો છે.