ETV Bharat / state

Organ Donation in Ahmedabad : કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 105 અંગોનું દાન થતાં સિવિલમાં "સેવાની શતાબ્દી"

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13 મહિનામાં 34 અંગદાતાઓ દ્વારા 105 અંગોના દાન (Organ Donation in Ahmedabad) મળ્યા છે. તેને લઈને સિવિલ હોસ્પિટલમાં સેવાની શતાબ્દી (Sevani Shatabdi in Ahmedabad Civil) થઈ હતી. તેમજ છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે.

Organ Donation in Ahmedabad : કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 105 અંગોનું દાન થતાં સિવિલમાં "સેવાની શતાબ્દી"
Organ Donation in Ahmedabad : કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 105 અંગોનું દાન થતાં સિવિલમાં "સેવાની શતાબ્દી"
author img

By

Published : Feb 7, 2022, 3:05 PM IST

અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે "સેવાની શતાબ્દી" (Sevani Shatabdi in Ahmedabad Civil) થઇ છે. ડિસેમ્બર 2021 થી શરૂ થયેલા અંગદાનને 13 મહિના પૂર્ણ થયા છે. ત્યારે આ સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં 34 વ્યક્તિઓના અંગદાનમાં (Organ Donation in Ahmedabad) સફળતા મળી છે. જેના થકી 105 અંગો મળ્યા હતા. તેને 90 લોકોને નવજીવન આપ્યું છે.

કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 105 અંગોનું દાન થતાં સિવિલમાં
કોરોનાની પરિસ્થિતિ વચ્ચે 105 અંગોનું દાન થતાં સિવિલમાં "સેવાની શતાબ્દી"

ક્યાં અંગો કેટલા આવ્યા દાનમાં

આ 105 અંગોમાં 51 કિડની, 29 લીવર, 5 સ્વાદુપિંડ, 6 હ્યદય , 2 હાથ અને 6 જોડ ફેફસાનો સમાવેશ થાય છે. આ અતિ મહત્વના અંગો થકી વર્ષોથી અંગોની ખામીથી પીડામય અને સંઘર્ષપૂર્ણ જીવન વ્યતિત કરી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓની જીવનશૈલી બદલાય છે. જેથી વર્ષોની પીડીત દર્દીને અંત આવશે. તેમજ મહત્વની (Importance of Organ Donation) વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 2 બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન મેળવવામાં સફળતા મળી છે.

ચીમનભાઈની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી

દાહોદના 30 વર્ષીય ચીમન બારીયાનું 30મી જાન્યુઆરી અકસ્માત થતા પ્રાથમિક સારવાર અર્થે દાહોદની ખાનગી હોસ્પિટલમાં હતા. અને ત્યારબાદ 31મી જાન્યુઆરીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 2જી ફેબ્રુઆરી ના રોજ તેઓ બ્રેઇન ડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાન માટેની પ્રેરણા આપવામાં આવી હતી. ત્યારે બ્રેઇનડેડ ચીમનભાઈની બંને કિડની અને લીવર મેળવવામાં સફળતા મળી હતી.

અશોકભાઇની બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી

34માં અંગદાનમાં 61ની વયના અશોક મારૂને 2 જી ફેબ્રુઆરી ઘરે ઢળી પડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. ત્યારબાદ સ્થિતિ વણસતા સિવિલ હોસ્પિટલમાં 2જી ફેબ્રુઆરી ના રોજ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન 4થી ફેબ્રુઆરીના રોજ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોને અંગદાનનો નિર્ણય હાથ ધર્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અશોકભાઇના અંગોને રીટ્રાઇવ કરતા બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચોઃ Organ donation in Gujarat :માર્ગ અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના બાસ્કેટબોલ પ્લેયર દક્ષનું મૃત્યુ, માતા-પિતાએ અંગદાનનો નિર્ણય કર્યો

બંને કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી

આ અગાઉ અમદાવાદના 41 વર્ષીય મનહર ડાભીનું ધોળકામાં અકસ્માત થતા તેઓને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર (Organ Donation in Ahmedabad Civil Hospital) અર્થે લાવવામાં આવ્યા હતા. તે બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપતા બંને કિડનીનું દાન મેળવવામાં સફળતા મળી હતી.

13 મહિનામાં 105 અંગદાન

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, મૃત્યુ બાદ શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ જાય તેના કરતા કોઈ જરૂરિયાતમંદને અંગો ઉપયોગી થાય અને જીવનમાં બદલાવ લાવવામાં મદદરૂપ બને તે માટે અંગદાન જરૂરી છે. અમારી SOTTO ની ટીમ દ્વારા હોસ્પિટલમાં બ્રેઇનડેડ (Brain Dead Patient) થતા પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં આવે છે. દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા અમારી ટીમના અથાગ પરિશ્રમના પરિણામે જ કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ 13 મહિનાના ટૂંકા ગાળામાં 105 અંગદાનની અપ્રતિમ સફળતા મળી છે. બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો અંગદાન માટે પ્રેરાય તે ઉમદા હેતુથી સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમે અંગદાન માટેનો સેવા યજ્ઞ આદર્યો છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના સતત માર્ગદર્શન અને રાજ્ય આરોગ્ય વિભાગના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે સેવાની શતાબ્દી પૂર્ણ થઇ હતી.

આ પણ વાંચોઃ Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.