ETV Bharat / state

દિવાળીના 10 દિવસ બાકી, પરંતુ ડ્રાયફ્રુટ માર્કેટમાં ઘરાકી ઓછી - સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટ

દીવાળી(Diwali)ના તેહવાર ઉપર ભારતની બજારો(Markets of India) ધમધમવા લાગતી હોય છે. દિવાળીમાં દરમિયાન લોકો રીતિ રીવાજ મુજબ તેમજ પ્રણયની છાંટ ઉમેરા એકાબીજાને મોઢું મિઠુ કરતા હોય છે. દિવાળી પર્વ દરમિયાન મીઠાઈઓની ખુબ માંગ હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી આડે 10 જ દિવસ બાકી હોવા છત્તા,હજી સુધી ડ્રાયફ્રુટ માર્કેટ ગ્રાહકી જામી નથી.

દિવાળીના 10 દિવસ બાકી, પરંતુ ડ્રાયફ્રુટ માર્કેટમાં ઘરાકી ઓછી

author img

By

Published : Oct 20, 2021, 6:43 PM IST

  • ડ્રાયફ્રુટ માર્કેટમાં ભાવ સ્થિર
  • દિવાળીમાં ફક્ત 25 ટકા ગ્રાહકી
  • ડ્રગ્સ કેસ બાબતે સૂકામેવામાં આવક ઓછી

અમદાવાદઃ દિવાળીની સાથે જ ભારતના માર્કેટમાં તેજી(Boom in Indian market) શરૂ થઈ જાય છે. દિવાળીમાં ડ્રાયફ્રુટ(Dried fruit)ની આપ-લે અને તેમાંથી બનતી મીઠાઈઓની ખૂબ જ માંગ હોય છે. વળી તે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વસ્તુ પણ છે. પરંતુ દિવાળી આડે 10 જ દિવસ બાકી હોવા છત્તા,હજી સુધી અમદાવાદમાં ડ્રાયફ્રુટ માર્કેટ(Dried Fruit Market in Ahmedabad) ગ્રાહકી જામી નથી. ડ્રાયફ્રુટ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, અગાઉની દિવાળીની સરખામણીમાં ફક્ત 25 ટકા ગ્રાહકો જ અત્યારે જોવા મળી રહ્યા છે.

ડ્રગ્સ કેસને કારણે પુરવઠો થોડો ઓછો

ડ્રાયફ્રુટ માર્કેટ વેપારી ગિરધારી મોતિયાનીએ જણાવ્યું હતું કે, દિવાળીનો સમયે એવો હોય છે કે, જ્યારે તેમને ફુરસદ મળતી નથી. પરંતુ અત્યારે ડ્રાયફ્રુટ માર્કેટમાં મંદી(Market downturn) જોવા મળી રહી છે. અફઘાનિસ્તાન ક્રાઇસિસ વખતે બદામના ભાવ વધ્યા હતા, પરંતુ અત્યારે ભાવ સ્થિર છે. બીજી તરફ અફઘાનિસ્તાન અને ઇરાનના ડ્રગ્સ કેસ(Drugs case) મામલે સૂકામેવામાં આવક થોડી ઓછી છે. ખાસ કરીને સૂકી દ્રાક્ષ અફઘાનિસ્તાનથી આવતી હોય છે. કાજુ કેરળ અને ગોવાથી આવતા હોય છે.જો કે માર્કેટમાં માંગને પહોંચી વળે તે પ્રમાણમાં સૂકા મેવાનો પુરવઠો છે.

ડ્રાયફ્રુટ માર્કેટમાં મોંઘવારી

બજારમાં કેટલા છે ડ્રાયફ્રુટના ભાવ ?

બદામ : 750-1000 રૂપિયા પ્રતિકીલો
કાજુ : 700-1000 રૂપિયા પ્રતિકીલો
અખરોટ : 640-800 રૂપિયા પ્રતિકીલો
પિસ્તા : 1000-1200 રૂપિયા પ્રતિકીલો
સૂકી દ્રાક્ષ : 320-400 રૂપિયા પ્રતિકીલો

આ પણ વાંચોઃ અમદાવાદ: સસ્તા ભાવે ડ્રાય ફ્રુટની એડ પર એડવાન્સ પેટે પૈસા પડાવનાર ઝડપાયા

આ પણ વાંચોઃ સુરતના મીઠાઈ વિક્રેતાએ બનાવી 'ગોલ્ડન ઘારી', 9 હજાર રુપિયે કિલોના ભાવે થાય છે વેચાણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.