- ભારતીય પુરૂષ હોકી ટીમે અર્જેટીનાને હરાવ્યું
- ભારતીય ટીમે 3-1થી મેચ જીતી
- ભારત માટે તરફથી વરૂણ કુમાર, વિવેક સાગરે અને હરમનપ્રીત સિંહે એક-એક ગોલ કર્યા
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકના સાતમાં દિવસની શરૂઆત ભારત માટે ખુબ સારી રહી છે. પહેલા બેડમિન્ટ સ્ટાર પીવી સિંધુએ તેની મેચ જીતીને ક્વોટરફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ભારતીય હોકી ટીમે ટોક્યોના આઈ હોકી સ્ટેડિયમાં રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચમાં અર્જેટીનાને 3-1થી હરાવી છે. આ મેચમાં ભારત માટે વરુણ કુમારે 43 મી મિનિટમાં ગોલ કર્યો હતો, જે પછી 48 મી મિનિટમાં આર્જેન્ટિના માટે કેસેલાએ પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને સ્કોરબોર્ડમાં 1-1ની બરાબરી કરી હતી.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 Day 7 : 29 જુલાઇનો ભારતનો કાર્યક્રમ
ભારતીય ટીમે તેના ગ્રુપની તમામ મેચ રમી લીધી
ભારતીય ટીમ વતી વિવેક સાગરે ડ્રો તરફ જઈ રહેલી મેચમાં 58 મી મિનિટમાં ગોલ કરીને ભારતને 2-1થી આગળ કર્યુ હતુંં. આગલી જ મિનિટે હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતની ટીમને 3-1થી આગળ કરીને જીતાડ્યું હતું. આ સાથે, ભારતીય ટીમે તેના ગ્રુપની તમામ મેચ રમી લીધી છે અને તે ગ્રુપના ટોપ 4નો ભાગ છે, જે ક્વાર્ટર ફાઈનલ રમવા માટે આગળ વધશે.
આ પણ વાંચોઃ Tokyo Olympics 2020, Day 7: પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને 2-0થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ
અગાઉ ભારતીય ટીમે સ્પેનિશ ટીમને હરાવીને કરી હતી વાપસી
અગાઉ ભારતીય ટીમે સ્પેનિશ ટીમને 3-0થી હરાવીને વાપસી કરી હતી. આ દરમિયાન ભારતીય ફુલ બેક પ્લેયર રૂપેન્દ્રપાલસિંહે શાનદાર પ્રદર્શન કરતા 2 ગોલ કર્યા હતા અને ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. આ પહેલા ભારતની ટીમને ઓસ્ટ્રેલિયાએ 7-1થી હરાવ્યું હતું.