- આજે નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ
- જેવેલિન થ્રોમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
- ભારતે મેળવ્યા કુલ 7 મેડલ
ન્યૂઝ ડેસ્ક: સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં મેડલ સાથે ઓલિમ્પિકના ભારતીય ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સહિત સાત મેડલ જીત્યા છે. આ પહેલા ભારતે લંડન ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા. નીરજની સુવર્ણ જીત સાથે ભારત ટોક્યો ઓલિમ્પિકની મેડલ ટેલીમાં 47માં સ્થાને પહોંચી ગયું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
મહિલાઓએ વધાર્યુ ગૌરવ
ભારતે પ્રથમ દિવસે જ વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુના મેડલ સાથે ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત કરી હતી. આ બાદ પીવી સિંધુએ ભારતને બેડમિન્ટનમાં બીજો મેડલ અપાવ્યો અને ઓલિમ્પિકના ઇતિહાસમાં સતત બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.
આ પણ વાંચો- Tokyo Olympics Day 10 medal tally: જાણો, એક બ્રોન્ઝ મેડલ મેળવી ભારત ક્યા ક્રમે પહોંચ્યું?
નીરજ ચોપરાએ ગોલ્ડ મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ
આ બાદ ત્રીજો મેડલ આસામની યુવા મુક્કેબાજ લવલીના બોરગોહેને આપાવ્યો હતો. ટોક્યોમાં રવિ દહિયાએ કુસ્તીમાં સિલ્વર મેડલ જીતીને પુરુષ મેડલમાં ખાતું ખોલ્યું હતું. તેની સિદ્ધિ પછી, પુરુષ હોકી ટીમે 41 વર્ષ પછી બ્રોન્ઝ મેડલ જીતીને મેડલનો દુકાળ સમાપ્ત કર્યો છે. બજરંગ પુનિયાએ ભારતને બ્રોન્ઝ સ્વરૂપે છઠ્ઠો મેડલ અપાવ્યો અને નીરજ ચોપરાએ ગોલ્ડ મેળવી ભારતનું ગૌરવ વધાર્યુ છે.
જૂઓ, ક્યા ક્રમે પહોંચ્યુ ભારત...