ETV Bharat / sports

આજથી Tokyo Paralympic Games 2020નો પ્રારંભ, મેડલ માટે ભારતના 54 એથલિટ મેદાનમાં - રિયો રમતોમાં હાઈ જમ્પ

આજથી ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) 2020નો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 22 રમતોની 540 સ્પર્ધા જોવા મળશે. 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે. ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા પછી હવે એ આશા છે કે, ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) પણ ભારત માટે ગોલ્ડન જ રહેશે.

આજથી Tokyo Paralympic Games 2020નો પ્રારંભ, મેડલ માટે ભારતના 54 એથલિટ મેદાનમાં

author img

By

Published : Aug 24, 2021, 10:01 AM IST

  • આજથી ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) 2020નો પ્રારંભ થઈ રહ્યો છે
  • 4 સપ્ટેમ્બર સુધી 54 ભારતીય ખેલાડી 9 રમતોની 63 ઈવેન્ટ્સમાં પોતાનું નસીબ અજમાવશે
  • ઓલિમ્પિક 2020માં 7 મેડલ જીત્યા પછી હવે એ આશા છે કે, ટોક્યો પેરાલિમ્પિક પણ ભારત માટે ગોલ્ડન જ રહેશે

હૈદરાબાદઃ 24 ઓગસ્ટ 2021થી ટોક્યોમાં ફરી એક વાર વિશ્વમાં હૈરતઅંગેજ રેકોર્ડ્સ બનશે અને તૂટશે. ટોક્યોમાં મંગળવારે સાંજે ભારતીય સમયાનુસાર, 16.30 વાગ્યે એટલે કે સાંજે 4.30 વાગ્યે પેરાલિમ્પિક રમતનો પ્રારંભ થશે. જાપાનના રાજા નારૂહિતો રમતોની શરૂઆતની જાહેરાત કરશે. ભારત તરફથી ઓપનિંગ સેરેમનીમાં 5 એથ્લિટ ધ્વજવાહક મરિયપ્પન થંગાવેલું, ડિસ્કસ થ્રોઅર વિનોદ કુમાર, જેવલિન થ્રો પ્લેયર ટેક ચંદ અને પાવરલિફ્ટર સકીના ખાતૂન અને જયદીપ સામેલ થશે.

આ પણ વાંચો- નાથન એલિસ બાકી રહેલી IPL મેચ પંજાબ કિંગ્સ માટે રમશે

5 સપ્ટેમ્બર સુધી થશે મુકાબલો, 4 સપ્ટેમ્બર સુધી મેડલની આશા

ટોક્યો પેરાલિમ્પિકમાં 5 સપ્ટેમ્બર સુધી મેચ રમાશે. આમાં 163 દેશોના લગભગ 4,500 એથ્લિટ 22 રમતોમાં 540 સ્પર્ધાઓમાં ભાગ લેશે. ભારત તરફથી 54 સભ્યોના દળ ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેશે. આ ભારત તરફથી પેરાલિમ્પિકમાં જનારું સૌથી મોટું દળ છે. ટોક્યોમાં ભારતીય પેરા એથ્લિટ ટેબલ ટેનિસ, તરવૈયા, તીરંદાજી, કેનોઈંગ, એથ્લેટિક્સ, નિશાનેબાજી, બેડમિન્ટન, પાવરલિફ્ટિંગ અને તાઈક્વાંડો ઈવેન્ટમાં ભાગ લેશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતનું પ્રતિનિધિત્વ 11 સભ્યોનું દળ કરશે, જેમાં 5 ખેલાડી હશે. કોરોનાના વધતા કેસના કારણે રમત દરમિયાન ઓલિમ્પિકની જેમ દર્શકોની હાજરી નહીં હોય.

આ પણ વાંચો- બિશ્વામિત્ર સહિત 4 ભારતીય બોક્સર એશિયાઈ યુવા અને જૂનિયર બોક્સિંગની સેમિફાઈનલમાં પહોંચ્યા

કોણ છે ભારતના સિતારા, જેનાથી મેડલની આશા છે

દેવેન્દ્ર ઝાઝરિયા (Devendra Jhajharia): જેવલિન થ્રોમાં 2 વખત ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા દેવેન્દ્ર ઝાઝરિયાથી ફરી મેડલની આશા છે. 12 વર્ષ પહેલા એથેન્સ પેરાલિમ્પિક રમતોમાં તેમણે પહેલી વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. રિયો પેરાલિમ્પિક રમતમાં ઝાઝરિયાએ 63.97 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મરિયપ્પન થંગાવેલુ (Mariyappan Thangavelu): થંગાવલુએ રિયો રમતોમાં હાઈ જમ્પમાં 1.89 મીટર કૂદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમિલનાડુના સલેમના રહેવાસી થંગાવેલુ દેશના ત્રીજા ગોલ્ડ મેડલિસ્ટ પેરાલિમ્પિયન બન્યા. આ ઉપરાંત તીરંદાજી અને નિશાનેબાજીથી ભારતના મેડલની આશા કરી રહ્યા છે. તીરંદાજીમાં ભારત તરફથી હરવિંદર સિંહ, વિવેક ચિકારા, રાકેશ કુમાર, શ્યામ સુંદર સ્વામી અને જ્યોતિ બાલિયાન જોર અજમાવશે. બેડમિન્ટનમાં પ્રોમદ અંતિલ અને જેવલિન થ્રોના એથ્લિટ સુમિત અંતિલ પણ મેડલોના દાવેદારમાં સામેલ છે. પાવર લિફ્ટિંગ (50 કિલો) ઈવેન્ટમાં સકીના ખાતૂન પર પણ રમત પ્રશંસકોની નજર ટકી છે.

ભારતમાં પેરાલિમ્પિકની સફર

પેરાલિમ્પિક રમતોની શરૂઆત વર્ષ 1960માં થઈ હતી. ભારતીય ખેલાડીઓએ વર્ષ 1968થી આ આયોજનમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભારતે 10 એથ્લિટોને મોકલ્યા હતા, જેમાં 8 પુરૂષ અને 2 મહિલાઓ સામેલ હતી. પહેલા પેરાલિમ્પિકમાં ભારતને એક પણ મેડલ નહતો મળ્યો. 52 વર્ષના પેરાલિમ્પિકની સફરમાં ભારત અત્યાર સુધી 12 મેડલ જીત્યા છે, જેમાં 4 ગોલ્ડ, 4 સિલ્વર અને આટલું કે બ્રોન્ઝ મેડલ પણ શામેલ છે.

વર્ષ 2016ના રિયો ઓલિમ્પિકમાં ભારતીયોએ કરી હતી કમાલ

વર્ષ 2016 રિયો પેરાલિમ્પિકમાં ભારતે 5 રમતોમાં 19 એથ્લિટ મોકલ્યા હતા. ત્યારે આને ભારતીય પેરાલિમ્પિક ઈતિહાસનું સૌથી મોટું દળ કહેવામાં આવ્યું હતું. રિયોમાં ભારતે 4 મેડલ જીત્યા હતા, જેમાંથી 2 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સામેલ હતા. પુરૂષોના હાઈ જમ્પમાં મરિયપ્પન થંગાવેલુ અને જેવલિન થ્રોમાં દેવેન્દ્ર ઝાઝરિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપા મલિકે ગોળા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઉંચી કૂદમાં વરૂણસિંહ ભાટીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games) સર લુડવિગ ગટમેન (Sir Ludwig Guttmann)ની દેન છે

પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games) સર લુડવિગ ગટમેન (Sir Ludwig Guttmann)ની દેન છે. જર્મન-બ્રિટિશ મૂળના ન્યૂરોલોજિસ્ટિ હતા. અશક્ત લોકો માટે તેમને પહેલા એક રમત પ્રતિયોગિતા સ્ટોક મેડવિલ ગેમ્સ શરૂ કરી હતી. વર્ષ 1952 આવતા આવતા સ્ટોક મેડવિલ ગેમ્સમાં કેટલાક દેશોના 130 ખેલાડી શામેલ થવા લાગ્યા હતા. વર્ષ 1960ના રોમ ઓલિમ્પિક પછી લુડવિગ ગટમેનના પ્રયાસોના કારણે પેરાલિમ્પિકનું આયોજન કર્યું હતું. પેરાલિમ્પિક આદર્શ વાક્ય 'સ્પિરિટ ઈન મોશન' છે.

નોઈડાના ડીએમ પણ રમશે બેડમિન્ટન

આ આયોજનમાં એક આઈએએસ ઓફિસર સુહાસ અલવાઈ (Suhas L. Yathiraj) પણ ભાગ લઈ રહ્યા છે. તેઓ નોઈડાના ડીએમ છે. તેઓ બેડમિન્ટનમાં ભારતનું પ્રતિનિધ્વ કરશે. સુહાસ એશિયન પેરાલિમ્પિક સિવાય બ્રાઝિલ ઓપન (જાન્યુઆરી 2020) અને પેરૂ ઓપન (ફેબ્રુઆરી 2020)માં ગોલ્ડ જીત્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.