ETV Bharat / sports

સિંધુએ મારો જુસ્સો વધાર્યો અને મારી આંખમાંથી આંસુ સરી પડ્યા: સિલ્વર મેડાલીસ્ટ તાઈ જુ - tai tzu silver medalist

તાઈ જુએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી લખ્યું, "મેચ પૂર્ણ થયા બાદ હું પોતાના પ્રદર્શનથી સંતુષ્ટ હતી. પછી સંધુ આવી મને ભેટી પડી અને કહ્યું, હું જાણું છું કે બધુ અસહજ હતું અને તે ખુબ સારો દેખાવ કર્યો, પણ આજની રમત તારા નસીબમાં ન હતી, હું પણ આ પરિસ્થિતીમાંથી પસાર થઈ ચૂકી છું "

તાઈ જુ
તાઈ જુ
author img

By

Published : Aug 2, 2021, 5:59 PM IST

  • સિંધુની સ્પોર્ટસમેનશીપ જોઈ તાઈ જુના સર્યા આંસુ
  • પાંચ વર્ષ પહેલા સિંધુએ પણ ગુમાવ્યો હતો ગોલ્ડ
  • સિંધુ સમજી શકે છે તાઈ જુની ભાવનાઓ

ટોક્યો: વિશ્વની નંબર વન બેડમિન્ટન ખેલાડી તાઈ જુ યિંગને મહિલા સિંગલ્સમાં મેળવેલી હાર બાદ ખુલાસો કર્યો હતો કે, ભારતીય ખેલાડી પી.વી. સિંધુએ મેડલ વિતરણના કાર્યક્રમમાં જુસ્સો વધાર્યો હતો, તે જોઈ મારી આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.

તાઈ જુ સામે હારી હતી સિંધુ

કરિયરના ત્રીજા ઓલિમ્પિકમાં રમી રહેલી તાઈ જુએ આખરે મેડલ મેળવી જ લીધુ છે, તેણે ફાઈનલમાં ચીનની ચેન યૂ ફેઈ સામે 18-21, 21-19, 18-21થી હારીને સિલ્વર મેડલ મેળવ્યું હતું. રિયો ઓલિમ્પિકમાં પાચ વર્ષ પહેલા સિંધુને સ્પેનની કારોલિના મારિન સામે હારીને સિલ્વર મેડલ મેળવ્યું હતું, માટે તે તાઈ જુની ભાવનાઓ સમજી શકતી હતી.

આ પણ વાંચો- પી.વી સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ જીત્યા બાદ શું કહ્યું, જૂઓ વીડિયો

તાઈ જુએ માન્યો સિંધુનો આભાર

તાઈ જુએ વધુમાં જણાવ્યું હતું કે, સિંધુએ આવી રીતે જુસ્સો વઘારતા મારી આંખમાં આંસુ આવી ગયા હતા. હું ખરેખર દુ:ખી હતી કારણ કે મેં ખુબ મહેનત કરી હતી. તેના સહયોગ અને પ્રોત્સાહન માટે ખુબ ખુબ આભાર, મારો સાથ આપવા માટે પણ આભાર.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.