ETV Bharat / sports

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. શુક્રવારે મહિલા હોકી ટીમ સાથે ફોન પર વાત કરતા મોદીએ કહ્યું કે, ભલે તેઓ મેડલ ચૂકી ગયા હોય, પરંતુ મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે.

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી
author img

By

Published : Aug 6, 2021, 3:17 PM IST

Updated : Aug 6, 2021, 4:34 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મહિલા હોકી ટીમ સાથે વાત
  • આ ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે: નરેન્દ્ર મોદી
  • મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, ભલે તેમને મેડલ ન મળ્યું હોય, મહિલા હોકી ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને નવી ચરમસીમાઓ નક્કી કરીએ છીએ. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમનું પ્રથમ ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું અધૂરું રહી ગયું છે. ત્યારે ટોક્યોમાં ચાલી રહેલી ગેમ્સમાં બ્રોન્ઝ પ્લે-ઓફ મેચમાં મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 3-4થી હારી ગઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી

આ પણ વાંચો- Tokyo Olympics (Hockey): ભારત એક ગોલથી બ્રોન્ઝ ચૂકી ગયું, પણ લાખોના દિલ જીતી ગયા

વડા પ્રધાનને હોકી ટીમ પર ગર્વ છે

ટીમની ભાવનાની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેચ પછી તરત જ ટ્વિટર પર તેમના સત્તાવાર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું અને કહ્યું, 'અમે મહિલા હોકીમાં મેડલ ગુમાવ્યો છે, પરંતુ આ ટીમ નવા ભારતની ભાવનાને દર્શાવે છે. જ્યાં આપણે આપણું શ્રેષ્ઠ આપીએ છીએ અને નવી સરહદો બનાવીએ છીએ. હોકી ટીમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં મોદીએ કહ્યું, સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે, ટોક્યો 2020માં તેમની સફળતા ભારતની યુવા દિકરીઓને હોકી અપનાવવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરિત કરશે. આ ટીમ પર ગર્વ છે. તે તેમના પ્રદર્શન માટે તેની પ્રશંસા કરે છે.

Last Updated : Aug 6, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.