- આંકડાઓના આધારે ખેલાડીઓનો નિર્ણય લેવાનું બંધ કરો
- મનુ અને દેસવાલ બન્નેએ શાનદાર પ્રદર્શન કર્યું
- મનુ ટોચ આઠમાં પ્રવેશ કરી શકી ન હતી
ટોક્યો: ભારતીય શૂટર મનુ ભાકર તેની પિસ્તોલમાં તકનીકી ખામી આવવાના કારણે ટોક્યો ઓલમ્પિક્સ(Olympics)માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં જગ્યા બનાવવામાં થોડું જ અંતર ચૂકી ગઇ છે.
આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 3: અર્જુન અને અરવિંદે લાઇટવેટ ડબલ સ્કલ્સ રેપચેજના સેમીફાઇનલમાં ક્વોલિફાય કર્યું
મનુએ તેની પ્રથમ ઓલિમ્પિક્સમાં સારી શરૂઆત કરી હતી
બીજી શ્રેણીમાં પિસ્તોલમાં તકનીકી ખામીના કારણે મનુએ પાંચ મિનિટ ગુમાવી અને માનસિક એકાગ્રતાની આ રમતમાં કોઈની પણ લય ખરાબ કરવા માટે પૂરતું હતું. મનુએ તેની પ્રથમ ઓલિમ્પિક્સ(Olympics)માં સારી શરૂઆત કરી હતી.
મનુની પિસ્તોલના ઇલેક્ટ્રોનિક ટ્રિગરમાં ખરાબી આવી ગઇ હતી
તેના પિતા રામકિશન ભાકર અને ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘના અધિકારીએ પણ કહ્યું હતું કે, મનુની પિસ્તોલના ઇલેક્ટ્રોનિક ટ્રિગરમાં ખરાબી આવી ગઇ હતી. તેને સારી કરાવ્યા પછી તે પરત આવી, પરંતું તેનો લય તૂટી ચૂકી હતો.
મનુએ પાંચમી સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો
પ્રથમ શ્રેણીમાં 98 સ્કોર બનાવ્યા પછી તેણે 95, 94 અને 95નો સ્કોર બનાવ્યો અને તે ટોપ 10માંથી બહાર થઈ ગઈ. તેણે પાંચમી સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છઠ્ઠી અને અંતિમ શ્રેણીમાં એક 8 અને ત્રણ 9ના સ્કોર પછી તે ટોચ આઠમાં પ્રવેશ કરી શકી ન હતી.
પિસ્તોલ શૂટર હીના સિદ્ધુ જેણે બે ઓલિમ્પિક રમી છે
પિસ્તોલ શૂટર હીના સિદ્ધુ જેણે બે ઓલિમ્પિક(Olympics) રમી છે, તેમણે મનુનો બચાવ કરતાં કહ્યું કે, "જે લોકો એમ કહેવામાં લાંબો સમય નથી લેતા કે, મનુ દબાવનો સામનો કરી શકી નહીં. હું જાણવા માંગુ છું કે, પિસ્તોલમાં ખામી આવવાના કારણે તેનો કેટલો સમય બગડ્યો હતો. તે દબાવ આગળ ઝૂકી નહી, પરંતું તેનો સામનો કરીને સારુ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડ જીત્યો
હિનાના પતિ રૌનક પંડિત પણ ભારતીય પિસ્તોલ ટીમના કોચ છે
તેમણે કહ્યું, 34 મિનિટથી પણ ઓછા સમયમાં 575 સ્કોર કરવાનું બતાવે છે કે, તે માનસિક રીતે કેટલી મજબૂત છે. આંકડાઓના આધારે ખેલાડીઓનો નિર્ણય લેવાનું બંધ કરો. મનુ અને દેસવાલે શાનદાર પ્રદર્શન કર્યું અને મિશ્ર ટીમમાં તેઓ વધુ મજબૂત બનશે." હિનાના પતિ રૌનક પંડિત પણ ભારતીય પિસ્તોલ ટીમના કોચ છે.