- Tokyo Paralympics-2020 ભારતીય ખેલાડીઓના જલવા
- ભાવનાબેન પટેલે સેમીફાઇનલ મેચમાં ચીની ખેલાડીને હરાવ્યા
- ભારતટે બલ ટેનિસમાં રમતોમાં પોતાનું પહેલું ગોલ્ડ જીતી શકે
ન્યૂઝ ડેસ્ક: Tokyo Paralympics-2020 ભારતીય ખેલાડીઓના જલવા દેખાય રહ્યા છે. શનિવારે ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલે સેમીફાઇનલ મેચમાં ચીની ખેલાડીને હરાવીને દેશ માટે સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો હતો. રવિવારે તે આખા દેશની મેડલની આશા પૂરી કરવા માટે ઉતરશે. ભારત રવિવારે ત્રણ જુદી-જુદી રમતોમાં પડકાર ફેંકશે. ભારત આ રમતોમાં પોતાનું પહેલું ગોલ્ડ જીતી શકે છે. ભાવિના ઉપરાંત ભારતીય તીરંદાજ અને રમતવીરો પણ મેડલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
શનિવારનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ
શનિવારનો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભાવિના પટેલે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો કારણ કે, તેણે ક્લાસ 4 ની મેચમાં સેમિફાઇનલમાં ચીનના મિયાઓ ઝાંગને 3-2થી હરાવી હતી. પટેલે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને ભારતીય શિબિરમાં બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.
રાકેશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા શાનદાર પ્રદર્શન
ભારતીય બરછી ભાલા ફેંકનાર રણજીત ભાટી શનિવારે પુરુષોની F-57 ફાઇનલમાં પહોંચ્ચી હતી અને એક પણ કારણ એવું ન હતુ કે, જેથી તે ટોક્યો પેરાલિમ્પિક્સમાંથી બહાર નીકળી શકે. ભારતીય તીરંદાજ રાકેશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે શ્યામ સુંદર સ્વામી બીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. 36 વર્ષના રાકેશે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 720 માંથી 699 સ્કોર કર્યા હતા, તેણે હોંગકોંગના કા ચુએન એન્ગાઇને 13 પોઇન્ટથી હરાવ્યો હતો.
ભારતીય રવિવારનું સંપૂર્ણ સમયપત્રક
- તીરંદાજી - મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન, 1/16 - જ્યોતિ બાલ્યાન - 06:55 am
- ટેબલ ટેનિસ - મહિલા સિંગલ્સ - વર્ગ 4 - ફાઇનલ - ભાવિના પટેલ - સવારે 07:15
- તીરંદાજી - મિશ્રિત ટીમ - કમ્પાઉન્ડ ઓપન - પ્રી ક્વાર્ટર ફાઇનલ - જ્યોતિ બાલ્યાન અને રાકેશ કુમાર - સવારે 09:00
- એથ્લેટિક્સ - મેન ડિસ્ક થ્રો F-52 કેટેગરી - ફાઇનલ - વિનોદ કુમાર - 03:40 PM
- એથ્લેટિક્સ - મેન્સ હાઇ જમ્પ - T-47 - ફાઇનલ - નિષાદ કુમાર અને રામ પાલ ચાહર - 03:48 PM