ETV Bharat / sports

Tokyo Olympics 2020: સ્ટાર કુશ્તીબાજ Bajrang Puniaની સેમિફાઈનલમાં હાર - બજરંગ પુનિયાની સેમિફાઈનલમાં હાર

આજે એટલે કે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક 2020 નો ( Tokyo Olympics 2020 ) 15 મો દિવસ છે. કુશ્તીબાજ બજરંગ પુનિયા ( Bajrang Punia ) ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગયાં છે. તેમને સેમી ફાઇનલ મેચમાં હાજી અલીયેવના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પૂનિયા હજુ બ્રોન્ઝ મેડલની રેસમાં છે.

Tokyo Olympics 2020: સ્ટાર કુશ્તીબાજ Bajrang Puniaની સેમિફાઈનલમાં હાર

author img

By

Published : Aug 6, 2021, 5:23 PM IST

  • ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાની હાર
  • ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં થઈ હાર
  • હવે બ્રોન્ઝ મેડલ માટે ખેલશે

ટોક્યોઃ ભારતના સ્ટાર કુશ્તીબાજ બજરંગ પુનિયાને ( Bajrang Punia ) ટોક્યો ઓલિમ્પિકમાં ( Tokyo Olympics 2020 ) પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલ મેચમાં અઝરબૈજાનના હાજી અલીયેવના હાથે 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગે મેચની સારી શરૂઆત કરી અને એક પોઈન્ટ મેળવ્યો, પરંતુ હાજીએ ચાર પોઈન્ટ એકત્ર કરવા માટે ઝડપી વાપસી કરી. બજરંગ પ્રથમ સમયગાળામાં 1-4થી પાછળ હતો. બીજા રાઉન્ડમાં પણ, હાજીએ બજરંગ ( Bajrang Punia ) પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને ચાર પોઇન્ટ મેળવ્યાં. જો કે, બજરંગે ફરી બે પોઈન્ટ મેળવ્યા અને પોઈન્ટનો ગેપ ઓછો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાજીએ તેમને ચિત્ત બાદ ફરી એક અંક મેળવ્યો.

હાજીએ પલડુ ભારે બનાવ્યું

આ પછી બજરંગે ( Bajrang Punia ) બે પોઇન્ટ લીધા અને આ સમયે મેચ અઘરી લાગવા લાગી. જોકે, હાજીએ ફરી બે વધુ પોઈન્ટ મેળવ્યાં. હાજીએ મેચને એકતરફી બનાવીને વધુ એક પોઈન્ટ જીત્યો. બીજા પીરિયડમાં હાજીએ 8-4ની લીડ મેળવી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં બજરંગ ભારતના સૌથી મોટા મેડલની આશા રાખનારાઓમાંના એક હતાં, પરંતુ ગોલ્ડ મેડલ મેળવવાનું તેમનું સપનું તૂટી ગયું. જોકે, તેની પાસે હજુ બ્રોન્ઝ મેડલ લાવવાની તક છે.

ક્વાર્ટર ફાઇનલ મેચમાં બજરંગે ઈરાની પ્રતિસ્પર્ધીને હરાવ્યો હતો

આ પહેલાં ક્વાર્ટર ફાઇનલ મેચમાં બજરંગે ( Bajrang Punia ) ઈરાનના મુતર્ઝા ગિયાસી ચેકાને 2-1થી હરાવ્યો હતો. ટોક્યોમાં ભારત માટે મેડલનો દાવેદાર બજરંગ પતનથી વિજય- વિક્ટરી બાય ફોલ-ના આધારે જીત્યો હતો. એશિયન ગેમ્સ ચેમ્પિયન બજરંગ પ્રથમ પીરિયડના અંતે 0-1થી પાછળ હતો પરંતુ બીજા ક્વાર્ટરમાં બે પોઇન્ટ મેળવીને 2-1થી આગળ હતો. છેલ્લી ઘડીમાં બજરંગે પોતાનો દાવ ખેલ્યો અને ઈરાની કુસ્તીબાજને પછાડી દીધો હતો.

બજરંગ સવારે કઠિન જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો

બજરંગ ( Bajrang Punia ) આજે સવારે કઠિન જીત સાથે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. આ મેચમાં બજરંગનો મુકાબલો કિર્ગીસ્તાનના ઇરનાઝર અકમતાલેવ સામે હતો. અંતિમ સ્કોર 3-3 હતો, પરંતુ તે પ્રથમ પીરિયડમાં વધુ પોઇન્ટ મેળવવામાં સફળ રહ્યો હોવાથી બજરંગને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ પહેલવાન રવિ દહિયાએ દેશને અપાવ્યો સિલ્વર મેડલ

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાતચીત કરી, મહિલા હોકી ટીમની કરી પ્રસંશા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.