ન્યૂયોર્કઃ જર્મનીના એલેક્જેંડર જ્વેરેવે પહેલીવાર યૂએસ ઓપનના ફાઇનલમાં જગ્યા બનાવી છે. જ્વેરેવની સામે સેમીફાઇનલમાં 29 વર્ષીય સ્પૈનાર્ડ, પાબ્લો કારરેનો બુસ્ટોનો પડકાર હતો. જે મેચમાં 2 સીટથી આગળ રહ્યો હતો. જ્વેરેવને 3-6, 2-6થી હરાવીને બુસ્ટાએ એક સેટથી ફાઇનલમાં પહોંચવાનું હતું. પરંતુ જ્વેરેવે યૂએસ ઓપનમાં ઉમદા પ્રદર્શનથી ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ત્રીજા સેટમાં બુસ્ટાના શાનદરા શૉટનો સામનો કરતા જ્વેરેવે 6-3થી સેટ જીત્યો અને મેચમાં પોતાના નામની મહોર લગાવી હતી અને 3 સેટ જીતીને મેચ પોતાના નામે કર્યો હતો.
મેચ બાદ જ્વેરેવએ કહ્યું કે, મને માનવામાં નથી આવતું કે હું 2 સેટ પાછળ હતો છત્તાપણ હું જીતી ગયો છું. વધુમાં તેમણે કહ્યું કે, ‘મને ખબર હતી કે મારે સારી રીતે ટેનિસની મેચ રમવાની હતી અને અત્યારે હું પોતના પહેલા ગ્રેન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચી ચૂક્યો છું.