- ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડનમાંથી થઈ બહાર
- પ્રથમ રાઉન્ડના મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થતા વિમ્બલ્ડનમાંથી ખસી
- બેલારૂસની અલેકસાન્દ્રા સામેની મેચ દરમિયાન થઈ ઈજાગ્રસ્ત
ન્યૂઝ ડેસ્કઃ અમેરિકન દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ( Serena Williams )ને પોતાનું 8મું વિમ્બલ્ડન ( wimbledon ) સિંગલ્સનો ખિતાબ જીતવાનું અને માર્ગારેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ્સના રેકોર્ડની બરાબરી કરવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. કારણ કે વિમ્બલ્ડન( wimbledon )ના પ્રથમ રાઉન્ડના મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થતા તે વિમ્બલ્ડન માંથી બહાર થઈ ગઈ છે. 39 વર્ષની સેરેનાએ રમત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક રેલી દરમિયાન તેના પગમાં સખત દુખાવો થઈ રહ્યો હતો અને તે કોર્ટ પર પડી ગઈ હતી. મેચ છોડતી વખતે પ્રથમ સેટનો સ્કોર 3-3થી બરાબર હતો.
આ પહેલા 1998 માં પણ તે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી
કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ દરમિયાન આ બીજી વખત છે જ્યારે સેરેનાને મેચમાંથી બહાર નીકળવાની ફરજ પડી છે. આ પહેલા 1998 માં પણ તે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી. સેરેના( Serena Williams )ને દુનિયાની 100માં નંબરની ખેલાડી સામે ચાલી રહેલી મેચ દરમિયાન ખસવુ પડ્યું હતું. તેઓએ જણાવ્યું કે, આજે મેચ માથી ખસતી વખતે મારૂ દિલ તૂટી ગયું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું ઈજાગ્રસ્ત થતા મેચમાંથી ખસીને જઈ રહી હતી, ત્યારે પ્રેક્ષકોની અદભૂત હૂંફ અને સમર્થનનો મને ખુબ અહેસાસ થયો હતો. આ જ મારી દુનિયા છે.
-
We're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78s
">We're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78sWe're heartbroken for you, Serena.
— Wimbledon (@Wimbledon) June 29, 2021
Our seven-time singles champion is forced to retire from The Championships 2021 through injury#Wimbledon pic.twitter.com/vpcW1UN78s
આ પણ વાંચોઃ US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો
2012માં તેને વર્જની રઝન સામે ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો
જ્યારે રોજર ફેડરરને સેરેનાના ખસી જવા વિશે કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, કે, હે ભગવાન મને આ વાત પર હજુ વિશ્વાસ નથી થઈ રહ્યો. 'સેરેના ( Serena Williams )ગ્રાન્ડ સ્લેમના પહેલા રાઉન્ડમાં માત્ર બીજી વાર ખસી છે. 2012માં તેને વર્જની રઝન સામે ફ્રેન્ચ ઓપનના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ વખતે હારના કારણે નહીં પણ ઈજાગ્રસ્ત થવાના કારણે તેને ટૂર્નામેન્ટમાંથી ખસવું પડ્યું છે.
વિનસ વિલિયમ્સે તેની કારકિર્દીની 90 મી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં 90 મો વિજય મેળવ્યો
બીજી તરફ વિનસ વિલિયમ્સે ( Venus Williams ) તેની કારકિર્દીની 90 મી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાં 90 મો વિજય નોંધાવતા વિમ્બલ્ડન( wimbledon )ના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. 5 વખતની ચેમ્પિયન 41 વર્ષની વીનસે 2018 બાદ વિમ્બલ્ડનનો પ્રથમ મેચ જીત્યો છે. તેઓએ રોમાનિયાની મિહાએલા બુઝાર્નેસ્કૂને 7-5, 4-6, 6-3 થી હરાવી છે. વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ખેલાડી વીનસ આ અઠવાડિયામાં રેન્કિંગમાં 111 માં ક્રમે હતી અને છેલ્લા 8 ગ્રાન્ડ સ્લેમમાં તે પ્રથમ કે બીજા રાઉન્ડમાં જ બહાર થઈ જતી હતી. ઉલ્લેખનિય છે કે, વિમ્બલ્ડનના બીજા દિવસના મેચ પણ વરસાદના કારણે મુલતવી રાખવા પડ્યા હતા. બિજા દિવસે 18 મેચને મુલતવી રાખવામાં આવ્યાં હતા.