- સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી મેદાને ઉતરશે
- બંને બિલિ જિન કિંગ કપ વિશ્વ ગૃપ પ્લેઓફમાં ભારતનું નેતૃત્વ કરશે
- 16 અને 17 એપ્રિલ પ્લેઓફમાં બંને ખેલાડી કરશે પ્રદર્શન
આ પણ વાંચોઃ નોવાક જોકોવિચ ફિટ છે, તે ભવિષ્યમાં વઘુ ગ્રાન્ડ સ્લેમ જીતશે: સાનિયા મિર્ઝા
નવી દિલ્હીઃ અનુભવી ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા દેશની ટોપ રેન્કની ટેનિસ ખેલાડી અંકિતા રૈના સાથે 16 અને 17 એપ્રિલમાં મેચ રમશે. બંને ખેલાડી લાતવિયા સામે થનારા બિલિ જિન કિંગ કપ વિશ્વ ગૃપ પ્લેઓફમાં ભારતનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચોઃ ટેનિસ ચેમ્પયિન સોફિયા કેનિન બીજી ઇનિંગમાં પ્રવેશ મેળવવા માટે સફળ
ગયા વર્ષે ભારતે ઉઝ્બેકિસ્તાન, કોરિયા, ચીન અને ઈન્ડોનેશિયાની ટીમને હરાવી હતી
ડેવિસ કપના પૂર્વ ખેલાડી વિશાલ ઉપ્પલ ટીમના કેપ્ટન રહેશે. ભારતે ગયા વર્ષે ઉઝ્બેકિસ્તાન, કોરિયા ગણરાજ્ય, ચીની તાઈપે અને ઈન્ડોનેશિયાને હરાવ્યું હતું અને એશિયા-ઓશિનિયા ગૃપ-1 ઈવેન્ટમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ ભારતને ગયા વર્ષે વર્લ્ડ ગૃપ પ્લેઓફમાં સામેલ કરવામાં આવ્યું હતું.