હૈદરાબાદ: હરમીત દેસાઈએ 81મી ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની ફાઈનલમાં માનવ ઠક્કરને 4-3થી હરાવી પ્રથમ રાષ્ટ્રીય ખિતાબ પ્રાપ્ત કર્યો છે, જ્યારે હરિયાણાની સુતિર્થા મુખર્જીએ કૃત્વિકા સિંહા રાયને એક તરફી મુકાબલામાં 4-0થી હાર આપી હતી. આ સિવાય સુતિર્થાએ ટીમ સ્પર્ધા, મહિલા વર્ગમાં ગોલ્ડ જ્યારે મિક્સ ડબ્લસમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

મહત્વનું છે કે, હરમીત 2013 બાદ પ્રથમ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોચ્યો હતો. તેને ચેમ્પિયન બનવા પર 2.5 લાખ રુપિયાની રકમ આપવામાં આવી છે. જેમાંથી 1.65 લાખ મળ્યાં છે. જોકે, સુતિર્થાને હાલમાં મિક્સ ડબલ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. સૌરવ સાહાની સાથે તેમની જોડી રોનિત ભાંજા અને મૌસમી પાલની જોડીને હરાવી છે.
