- વર્તમાન વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે
- ભારતીય ટીમમાં ખેલાડીઓનો બદલાવની શક્યતા
- ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચમાં મોટી જીત નોંધાવવા જશે
દિલ્હીઃ ભારત-અફઘાનિસ્તાન(India vs Afghanistan) બુધવારે ICC T20 વર્લ્ડ કપ 2021 સુપર 12 સ્ટેજના ગ્રુપ 2માં એકબીજા સામે ટકરાશે. આ મેચ અબુધાબી(Match Abu Dhabi)ના શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. સતત બે મેચ હાર્યા બાદ કોહલી એન્ડ કંપનીની ભારે ટીકા થઈ રહી છે. સાથે જ ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ લગભગ ધૂંધળી છે. ભારતીય ટીમ ત્યારે જ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી શકે છે જો તે લીગ સ્ટેજમાં બાકીની તમામ મેચો મોટા માર્જિનથી જીતે. આ સિવાય અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ તેમની એક-એક મેચ હારી છે.
અફઘાનિસ્તાનની બોલિગ આક્રમણ
ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં માત્ર સ્કોટલેન્ડથી ઉપર છે. ભારતીય ટીમનો નેટ રન રેટ -1.609 છે. અફઘાનિસ્તાન ટીમ પાસે વર્લ્ડ ક્લાસ બોલિંગ છે જે તેના દિવસે કોઈપણ બેટિંગ ઓર્ડરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી અફઘાનિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો રસ્તો સરળ નથી
ન્યૂઝીલેન્ડ સામે સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે આવી શક્યો ન હતો. તેની જગ્યાએ ઈશાન કિશનને તક મળી. પરંતુ અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવની વાપસી શક્ય છે. આ ઉપરાંત ભારતીય ટીમમાં આર અશ્વિનને સ્પિન બોલર વરુણ ચક્રવર્તીની જગ્યા, ભુવી ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરની જગ્યાએ, થોડો બદલાવ જોવા મળે તેવી સંભાવનાઓ છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ.
આ પણ વાંચોઃ HBD SRK: શાહરુખ પત્ની ગૌરીથી ડરે છે તેવા સમાચાર વહેતા થયા પછી શું થયું? જુઓ
આ પણ વાંચોઃ Katrina Kaif Vicky Kaushal wedding ની વાતો વચ્ચે લગ્ન બાબતે કેટરીનાએ તોડ્યું મૌન