ETV Bharat / sports

રોહિત શર્મા-રાહુલ દ્રવિડ સાથે આવવાથી 'ટીમ કલ્ચર' સુધરશે: કેએલ રાહુલ

ભારતીય ક્રિકેટ ટીમની(Indian cricket team) નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે T20 વર્લ્ડ કપ પછી, રાહુલ દ્રવિડ(Rahul Dravid) મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની જગ્યા લેશે, જ્યારે વિરાટ કોહલી(Virat Kohli) કેપ્ટન પદ છોડ્યા પછી રોહિત શર્મા નવા T20 કેપ્ટન(Rohit Sharma new T20 captain) બનશે.

રોહિત શર્મા-રાહુલ દ્રવિડ સાથે આવવાથી 'ટીમ કલ્ચર' સુધરશે: કેએલ રાહુલ
રોહિત શર્મા-રાહુલ દ્રવિડ સાથે આવવાથી 'ટીમ કલ્ચર' સુધરશે: કેએલ રાહુલ
author img

By

Published : Nov 16, 2021, 3:51 PM IST

  • ભારતીય ક્રિકેટ ટીમનો નવા યુુગનો પ્રારંભ
  • રોહિત-રાહુલ સાથે રમવા ઉત્સાહિત છુંઃ કેએલ રાહુલ
  • રાહુલે કહ્યું કે હાર્દિક પંડ્યા ખુબ ચતુર છે

ન્યૂઝ ડેસ્ક: ભારતીય T20 વાઇસ-કેપ્ટન કે.એલ રાહુલ(KL Rahul) ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં રોહિત શર્મા(Rohit Sharma) તેમજ રાહુલ દ્રવિડ સાથે રમવા માટે ઉત્સાહિત છે અને કહે છે કે મુખ્ય કોચ દ્રવિડ સારી 'ટીમ કલ્ચર' પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા છે જ્યારે રોહિત કુશલ સ્ટ્રેટેજીસ્ટ છે.

ભારતીય ક્રિકેટમાં એક નવા યુગનો પણ પ્રારંભ થયો છે. ત્યારે T20 વર્લ્ડ કપ(T20 World Cup) બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો(Coach Ravi Shastri) કાર્યકાળ સમાપ્ત થઈ ગયો જ્યારે વિરાટ કોહલીએ(Virat Kohli) T20 ટીમની કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હતો. આગામી વર્લ્ડ કપ માત્ર 12 મહિના દૂર છે ત્યારે રાહુલે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ ટૂંક સમયમાં નક્કી કરશે કે આ ફોર્મેટમાં શ્રેષ્ઠ શું હોઈ શકે.

રાહુલ દ્રવિડે હંમેશા ટીમનો પ્રથમ વિચાર કર્યોઃ કેએલ રાહુલ

રાહુલ(KL Rahul) કહ્યું કે "હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું રાહુલ દ્રવિડને લાંબા સમયથી ઓળખું છું. મારી કારકિર્દીની શરૂઆતથી જ મેં તેની સલાહને અનુસરી છે અને રમતને સારી રીતે સમજી છે તેમજ બેટિંગની કળામાં મારી જાતને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. કોચ તરીકે રાહુલ દ્રવિડ તમામ યુવા ખેલાડીઓ સાથે રહ્યા છે. મુખ્ય કોચ તરીકે તેનું આવવું તેની પાસેથી ઘણું શીખવાની તક છે. મેં ઈન્ડિયા A માટે કેટલીક મેચ રમી છે અને અહીં પ્રેક્ટિસ માટે આવતા પહેલા તેમની સાથે ટૂંકી વાતચીત કરી હતી. તે સારી ટીમ કલ્ચરનો હિમાયતી રહ્યાં છે અને એવું વાતાવરણ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ક્રિકેટર અને એક ખેલાડી તરીકે મનુષ્ય આપણે વધુ સારા બની શકીએ છીએ.

આ ઉપરાંત રાહુલે કહ્યું કે, "તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, તેણે હંમેશા ટીમનો પ્રથમ વિચાર કર્યો અને તે જ કલ્ચર છે જે તે તેની સાથે લાવશે જેમાં દરેક વ્યક્તિ વ્યક્તિગત ધ્યેય કરતાં ટીમના હિતોને પ્રાધાન્ય આપશે. કર્ણાટકમાં તેણે અમને બધાને ખૂબ મદદ કરી છે.

રોહિત કુશળ રણનીતિકાર છેઃ રાહુલ

રોહિત વિશે રાહુલે કહ્યું, "અમે તેને IPLમાં જોયો છે અને તેના આંકડા જ બધું કહી દે છે. રોહિતને રમતની સારી સમજ છે અને તે એક કુશળ રણનીતિકાર છે. તેથી જ રોહિત શર્માને કેપ્ટન તરીકે આટલું બધું મેળ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં ટીમ માટે તેના લક્ષ્યો શું છે તે જાણવું રસપ્રદ રહેશે. ટીમ સ્પોર્ટ્સમાં નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે અને નેતૃત્વ જૂથનું કામ તેની ખાતરી કરવાનું છે. દરેક વ્યક્તિને તેની ભૂમિકા વિશે જાણવું જોઈએ અને ટીમમાં સુરક્ષિત અનુભવવું જોઈએ.

રાહુલે કહ્યું કે હાર્દિક પંડ્યાએ સખત મહેનત કરીને પરત આવવું પડશે

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી વહેલી બહાર થઈ ગઈ અને રાહુલે કહ્યું કે હવે નવેસરથી રણનીતિ બનાવવાની જરૂર છે. આપણે બધાએ સાથે બેસીને નક્કી કરવું પડશે કે વધુ સારા પ્રદર્શન માટે શું કરી શકાય. તેના પર આગામી થોડા દિવસોમાં ચર્ચા કરવામાં આવશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને(Hardik Pandya) ટીમમાં સ્થાન મળ્યું નથી ત્યારે હાર્દિક વિશે રાહુલે કહ્યું કે તે જાણે છે કે તેણે પુનરાગમન કરવા શું કરવું પડશે. આ ઉપરાંત હાર્દિક અને હું સારા મિત્રો છીએ, અમે તેના પર ચર્ચા કરી છે. હાર્દિક ખૂબ જ સ્માર્ટ છે અને જાણે છે કે તેણે સખત મહેનત કરીને પરત આવવું પડશે,"

આ પણ વાંચોઃ આશારામનો આશ્રમ ફરી વખત આવ્યો વિવાદમાં જાણો એવું તો શું બન્યું...

આ પણ વાંચોઃ શિયાળામાં તમારી ત્વચાને સૌંદર્ય રાખવા માટે શું કરવું જોઈએ, વિગતવાર જાણો..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.