- આજે IND vs NZ T20 World Cup મેચ
- સતત 18 વર્ષથી ન્યુઝીલેન્ડ ભારતને હરાવવામાં સફળ
- બન્ને ટીમો પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારી ચૂંકી છે
નવી દિલ્હી : વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) ગ્રુપ 2માં હાર સાથે પોતાની એન્ટ્રી કરી છે. ટીમ ઈન્ડિયાને પહેલા જ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતની આગામી મેચ ન્યુઝીલેન્ડ (India vs New Zealand T20 World Cup 2021) સાથે છે. આ મેચ બન્ને ટીમો માટે નોકઆઉટ સમાન છે.
ભારત-ન્યૂઝીલેન્ડ 31 ઓક્ટોબરે દુબઈમાં આમને-સામને
દુબઈમાં 31 ઓક્ટોબરે રમાનારી આ નિર્ણાયક મેચમાં જીતનારી ટીમ માટે સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો ખુલ્લો થઈ જશે, જ્યારે હારનાર ટીમ અંતિમ 4ની રેસમાંથી લગભગ બહાર થઈ જશે. ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ T20 World Cup) વચ્ચે અત્યાર સુધીમાં 16 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાંથી કિવી ટીમે 8 જીતી છે જ્યારે 6માં ભારતે જીત મેળવી છે. આ દરમિયાન 2 મેચ ટાઈ રહી હતી.
બન્ને ટીમો પ્રથમ મેચમાં હારી ગઈ હતી
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ પોતાનો પ્રથમ મેચ હારી ગયા છે. બન્ને ટીમોને પાકિસ્તાને હાર આપી છે. તેથી બન્ને ટીમોની સ્થિતિ સમાન છે. બાબર આઝમની કેપ્ટનશિપવાળી પાકિસ્તાની ટીમે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું, જ્યારે ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું.
ભારતનો રસ્તો સરળ નથી
ન્યુઝીલેન્ડ સામે ભારતનો રસ્તો આસાન નથી, કારણ કે આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે ભારતનો રેકોર્ડ ઘણો જ ખરાબ રહ્યો છે. 2007માં આયોજિત પ્રથમ T20 વર્લ્ડ કપથી લઈને આ વર્ષે ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી બન્ને ટીમો 7 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ન્યૂઝીલેન્ડે 6 મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે હારી છે.
ટીમ ઈન્ડિયા 18 વર્ષથી કિવી ટીમ સામે જીતની રાહ જોઈ રહી છે
ભારતીય ટીમે 18 વર્ષ પહેલા ICC ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી. 2003માં યોજાયેલા ODI વર્લ્ડ કપમાં ભારતે ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. 2019 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં કિવી ટીમે ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચવાની તેની આશાઓને બરબાદ કરી દીધી હતી.
આ પણ વાંચો: