ETV Bharat / state

જુનાગઢના ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી, નાગા સન્યાસી સાથે પ્રયાગરાજ જવા રવાના - DOGS IN MAHAKUMBH

નાગા સન્યાસી લંબુગીરી સાથે તેમના ત્રણ શ્વાન મહાકુંભ મેળામાં ડૂબકી લગાવશે અને પુણ્યનું ભાથું બાંધશે...

ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી
ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 31, 2025, 4:33 PM IST

મનિષ ડોડિયા.જુનાગઢ: ભવનાથના નાગા સન્યાસી લંબુગીરી સાથે તેમના ત્રણ શ્વાન પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ માં સ્નાન કરીને અનોખી રીતે મહા કુંભ મેળાની ઉજવણી કરશે. લંબુગીરી મહારાજ ઘણા વર્ષોથી તેમની સાથે સ્વાન રાખે છે, પરંતુ આ વર્ષે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળામાં તેઓ સ્વયં સ્નાન કરશે અને સાથે સાથે તેમના ત્રણેય શ્વાનને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને તેમના શિષ્ય એવા શ્વાનો પણ પુણ્યનું ભાથું બાંધે તે માટે લંબુગીરી મહારાજ પ્રયાગરાજ તરફ રવાના થયા છે.

લંબુ ગીરી મહારાજના ત્રણ શ્વાન લગાવશે આસ્થાની ડૂબકી

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. જેમાં વસંત પંચમીના દિવસે મહા સ્નાન આયોજિત થનાર છે. જેમાં અનેક સન્યાસીઓ અને શિવના સૈનિક એવા નાગા સાધુઓ આસ્થાની ડૂબકી લગાવીને ત્રિવેણી સંગમમાં મહાકુંભ મેળાની ધાર્મિક ઉજવણી કરતા જોવા મળશે. જેમાં જૂનાગઢના ભવનાથ સ્થિત જૂના અખાડાના નાગા સન્યાસી લંબુગીરી સ્નાન માટે જઈ રહ્યા છે. સાથે સાથે તેમના ત્રણ શિષ્યો એટલે કે, સતત તેમની સાથે જોવા મળતા ત્રણેય શ્વાન પણ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને 140 વર્ષ બાદ આવેલા આ મહા સંયોગમાં પુણ્યનું ભાથું બાંધતા પણ જોવા મળશે.

ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી (Etv Bharat Gujarat)

રેલવે અને વિમાની ટિકિટ માટે લંમ્બૂગીરીને મુશ્કેલી

લંબુગીરી મહારાજે ગઈકાલ સુધી રેલવે વિમાન સેવામાં ટિકિટ મેળવવાને લઈને અનેક પ્રયાસો કર્યા છે, પરંતુ હજુ સુધી તેમને તેમાં સફળતા મળી નથી. મોટાભાગની રેલવે અને હવાઈ સેવાઓમાં તમામ ટિકિટો એડવાન્સ બુકિંગ થઈ હોવાથી લંમ્બુગીરીને ટિકિટ મેળવવામાં ખૂબ જ પરેશાની થઈ રહી છે. જેને કારણે પણ તેઓ થોડા રોષમાં જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યારે 140 વર્ષે આવેલો આ મહા સંયોગમાં તેઓ સ્વય ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે અને સાથે સાથે તેમના શિષ્ય એવા ત્રણેય શ્વાનને પણ આસ્થાની ડૂબકી લગાવીને આ પવિત્ર સંયોગે તેમનો પણ મોક્ષ થાય તે માટે તેમને પ્રયાગરાજ લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે. હજુ સુધી તેમની ટિકિટને લઈને કોઈ વ્યવસ્થા થઈ નથી. જેથી તેઓ જૂનાગઢથી કાર મારફતે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવા માટે રવાના થશે.

ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી
ત્રણ ડૉગ મહાકુંભમાં લગાવશે ડૂબકી (Etv Bharat Gujarat)
  1. વડોદરા હરણી બોટ કાંડમાં વળતર ચુકવણીમાં "તારીખ પે તારીખ", 3 ફેબ્રુઆરીએ ફરી સુનવણી
  2. ખાટલા તો વિસરાય પણ "ખાટલી"એ સ્થાન ઘરોમાં મેળવ્યું: ખાટલીના ભાવ સાથે સંઘેડિયાઓ વિશે જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.