- T20 વર્લ્ડ કપ બાદ પૂર્વ મુખ્ય કોચ શાસ્ત્રીનો કાર્યકાળસમાપ્ત
- ગૌતમ ગંભીરે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી
- દ્રવિડને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે (Gautam Gambhir )ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીની (Ravi Shastri)ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે, જેમાં તેણે વિરાટ કોહલીની(Virat Kohli) આગેવાની હેઠળની ટીમને વિશ્વની સર્વશ્રેષ્ઠ ગણાવી હતી. ગંભીરે શાસ્ત્રીની ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે ભારતના નવા કોચ રાહુલ દ્રવિડનું (India's new coach Rahul Dravid)આવું નિવેદન અમને સાંભળવા નહીં મળે.
ગંભીરે શાસ્ત્રીની ટિપ્પણીની ટીકા કરી
T20 વર્લ્ડ કપ (T20 World Cup )બાદ પૂર્વ મુખ્ય કોચ શાસ્ત્રીનો (Ravi Shastri) કાર્યકાળસમાપ્ત થઈ ગયો. આ પછી મહાન ક્રિકેટર દ્રવિડને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ(Dravid to coach Team India ) બનાવવામાં આવ્યો.શાસ્ત્રીએ 1983ના વર્લ્ડ કપ ટાઇટલ જીતવાની સરખામણી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા સાથે કરી હતી.
દ્રવિડનું આવું નિવેદન ક્યારેય સાંભળ્યું નથી
ગંભીરે કહ્યું કે જો આ નિવેદન અન્ય તરફથી આવ્યું હોત તો સારું થાત, પરંતુ તે બહાર જતા કોચ તરફથી આવ્યું છે, જે સારું નથી.ગંભીરે કહ્યું કે, "તે અફસોસની વાત છે કે આ નિવેદન તેની તરફથી આવ્યું છે. તમે દ્રવિડનું આવું નિવેદન ક્યારેય સાંભળ્યું નથી. દ્રવિડ અને અન્ય લોકોમાં આ જ તફાવત છે."
ભારતે કોલકાતામાં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી
નવા કેપ્ટન શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હેઠળ, ભારતે કોલકાતામાં ન્યૂઝીલેન્ડને (India match New Zealand)73 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી, ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી.
આ પણ વાંચોઃ Ind Vs Nz T20 Series: ભારતની જીતમાં જોવા મળ્યો 'રોહિત અને દ્રવિડની' જોડીનો કમાલ
આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત જશે પાકિસ્તાન ? અનુરાગે કહ્યું, સમય આવશે ત્યારે નિર્ણય લેવામાં આવશેન