જનતાની સેવા માટે રાજકારણમાં ઝંપ લાવ્યું
ભાજપમાં જોડાયા બાદ યોગેશ્વર દત્તે ક્હ્યું કે, દેશ અને જનતાની સેવા કરવા માટે રાજનીતીમાં આવ્યો છું, પોલીસની નોકરીમાં તમારે એક મર્યાદામાં રહીને કાર્ય કરવું પડે છે અને જનતાની સેવા માટે વધારે સમય નથી મળતો. જે બાબતને જોતા રાજનીતિના ક્ષેત્રમાં આવ્યો છું.
નિ:સ્વાર્થભાવે જોડાયા પાર્ટીમાં
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને પૂછાયેલા પ્રશ્ર પર યોગેશ્વર દત્તે કહ્યું કે, તેઓ નિ:સ્વાર્થભાવે પાર્ટીમાં જોડાયા છે. પાર્ટી તેમને જે કોઈપણ કામ સોંપશે તે તેમની જવાબદારી સમજીને કરશે. તેમણે આગળ કહ્યું કે, રાજનીતિમાં આવનાર વ્યક્તિનું સપનું હોય છે કે, એક રાજનેતા બને જે તેમનું પણ છે, પરંતુ સમય જતાં તેમનું આ સપનું પણ સાકાર થશે. કારણ કે રાજનેતા બનવા માટે સખત મહેનત અને જનતાની સેવા કરવાની હોય છે.
કેમ ભાજપ જ?
ભારતીય જનતા પક્ષમાં જોડાવા પાછળનું કારણ જણાવતા યોગેશ્વર દત્તે જણાવ્યું કે, ભાજપ અને તેમના વિચાર મળતા આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાવના, નીતિ અને ઈમાનદારીથી પ્રભાવિત થયા છે. આ સિવાય તેઓ હરિયાણાના મુખ્યપ્રધાનના કામ કરવાની પદ્ધતિ, ઈમાનદારી અને કામની પારદર્શિતાથી પ્રભાવિત થયા છે.
ગોહાના અથવા તો વડોદરાથી ઉતરશે મેદાને
બુધવારના રોજ યાગેશ્વર દત્તે ACP પદ પરથી રાજીનામું આપ્યું હતું. તો બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાએ તેમને ખેસ પહેરાવીને બીજેપીમાં સામેલ કર્યા હતા. મહત્વનું છે કે, તેઓને વિધાનસભામાં ટીકિટ પણ મળી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભાજપ સોનીપતમાં ગોહાના વિધાનસભા અથવા વડોદરા વિધાનસભા મત વિસ્તારમાંથી યોગેશ્વર દત્તને મેદાનમાં ઉતારી શકે છે.
બીજું કોણ કેસરિયામાં રંગાયું..
યોગેશ્વર દત્તની સાથે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સંદીપ સિંહ અને શિરોમણી અકાલી દળના ધારાસભ્ય બલકૌર સિંહ પણ ગુરુવારના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હરિયાણાના ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાની હાજરીમાં સંદીપસિંહ અને બલકૌર સિંહ ભાજપમાં જોડાયા હતા.
યોગેશ્વરની રાજકીય તાકાત..!
ઉલ્લેખનીય છે કે, ભાજપે હરિયાણામાં 90માંથી 75 બેઠક પર જીત મેળવવાનું લક્ષ્ય રાખ્યુ છે. ભાજપના કેન્દ્રીય નેતાઓએ રાજ્યના તમામ જિલ્લાઓમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે અલગ બેઠક પણ કરી છે. એવામાં યોગેશ્વર દત્તને ભાજપનો રાજકીય ફાયદો થઈ શકે છે. હરિયાણાના યુવાઓમાં યોગેશ્વર દત્ત ખુબ જ લોકપ્રિય છે. યોગેશ્વર દત્તે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે. યોગેશ્વર દત્તે 2014 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.