બબીતા ફોગાટે રવિવારે વિવેક સાથે લગ્ન કર્યા. તેમને દાદરીનાં બાબલી ગામમાં સાદાઈથી લગ્ન કર્યા હતા.
દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા પહેલવાન મહાવીર ફોગાટે તેમની બીજી દીકરી બબીતા ફોગાટનાં લગ્ન સાદગી પુર્ણ કર્યા.
બબીતા અને વિવેકે ચોરિમાં 8 ફેરા લીધા
વિવેક સુહાગની જાનમાં માત્ર 21 લોકો જ હતા. ઉલ્લેખનીય છે કે, બબીતા અને વિવેકે ચોરિમાં 7ની જગ્યાએ 8 ફેરા લીધા હતા. આ આઠમો ફેરો બેટી બચાવો, બેટી પઢાઓ, સહિત દહેજ પ્રથાનાં વિરોધ માટે હતો. આ પહેલા ગીતા ફોગાટે પણ 8 ફેરા લીધા હતા.
લગ્નમાં પિરસાયું દેશી ભોજન
લગ્નમાં આવતા મહેમાનોને હરિયાણવી ભોજન પીરસાયું હતું. લગ્નના મેનુમાં બાજરાનો રોટલો, ચુરમા, કેસરની ખીર અને કચોરી સ્પેશિયલ ચટણી તૈયાર કરવામાં આવી હતી. આ સિવાય મિસ્સી રોટલી, સરસવ અને લીલા ચણાનું શાક, માખણ, લસ્સી, છાશ, ગાજરનો હલવો, ખીર, રસ, રાયતા, સલાડ અને ગોળનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દિલ્હીમાં બબીતા અને વિવેકનું રિસેપ્શન
2 ડિસેમ્બર એટલે કે વિવેક અને બબીતાનું રિસેપ્શન સોમવારે દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનોને આમંત્રણ અપાયું હતું. આ સાથે મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સહિત સિને-સ્ટાર્સ અને રેસલર્સ પણ બબીતા અને વિવેકના રિસેપ્શનમાં હાજરી આપી હતી. રજત પદક વિજેતા સુશીલ કુમાર, કુસ્તીબાજ સાક્ષી મલિક ઉપરાંત વિદેશી ખેલાડીઓ અને કોચને પૂજા ધાંડા, લલિતા સેહરવત સહિતને આમંત્રણ અપાયું છે. સ્વાગતમાં ખાસ કરીને મહેમાનોને દેશી વાનગીઓ પીરસવામાં આવી હતી.