નવી દિલ્હીઃ છ વાર વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી ભારતની મુક્કેબાજ એમસી મેરી કોમે બુધવારે કહ્યુ હતું કે, ઓલ્મિપિકમાં દેશ માટે મેડલ જીતવો એ મારુ સપનુ છે. માર લક્ષ્ય સુધી પહોંચવા એ રાત દિવસ એક કરશે.
મેરી કોમે ગયા મહિને જોર્ડનમાં રમાયેલી એશિયા ઓસિનિયા બૉક્સિંગ ઓલ્મિપિકમાં ક્વોલીફાયર થઈ ટોક્યો ઓલ્મિપિકમાં પોતાનીા જગ્યા બનાવી લીધી છે.પરંતુ કોરોના વાઈરસના કારણે તે આ વર્ષ રદ થયુ છે જે 2021માં રમાશે.
જોર્ડનથી આવ્યા બાદ મેરી કોમ કોરોન્ટાઈનમાં હતી. તેણે પોતાના ચાહકોને સંદેશો આપ્યો હતો કે, હું અત્યારે કોરોન્ટાઈનમાં છું. હું ઘરમાં જર રહું છું. જો કે ફિટ રહેવા માટે હું ઘરમાં રહીને મહેનત કરી રહી છું. જેથી હું મારો ગોલ સિદ્વ કરી શકું. હમણાં મારુ બધુ ધ્યાન ટોક્યો ઓલ્મિપિક પર છે.
37 વર્ષની મેરકોમે લોકડાઉન લાગુ થતાં તમામ લોકોને ઘરમાં રહેવા અને સામાજિક અંતર જાળવવાની અપીલ કરી હતી.