નવી દિલ્હી: ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)એ રવિવારે કહ્યું કે, નવી દિલ્હીમાં 18થી 23 ફેબ્રુઆરી સુધી એશિયનશીપમાં પાકિસ્તનાની પહેલવાનો ભાગ લેશે. WFIના સહસચિવ વિનોદ તોમરે કહ્યું કે, WFIના પ્રયત્નો બાદ પાકિસ્તાની પહેલવાનોને વીઝા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, ચીનના પહેલવાનોને લઇને કહ્યું કે, તેમને સોમવાર સુધી રાહ જોવી પડશે.

પાકિસ્તાના 6 સભ્યોના પહેલવાનોના દળમાં એક, રેફરી, એક કોચ અને 4 પહેલવાન છે. આ ચાર પહેલવાનોમાં મોહમ્મદ બિલાલ 57 (KG), અબ્દુલ રહેમાન 74 (KG) તૈયબ રઝા 97 (KG) અને જમાન અનવર 125 (KG) સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ચીનના લોકોએ ઈ વિઝાની સુવિધા સસ્પેન્ડ કર્યા હતા. કારણ રે, ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. ચીનના કુશ્તી મહાસંધે WFIને પત્ર લખીને આગ્રહ કર્યો કે, પહેલવાનોની ચેમ્પિયશીપમાં ભાગ લેવા માટે મદદ કરે.