ETV Bharat / sports

વિશ્વનાથન આનંદ જર્મનીમાં ફસાયા, પરિવારે વ્યકત કરી ચિંતા

ભારતીય ગ્રાન્ડમાસ્ટર અને 5 વખતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ કોરોના વાયરસ અને વિઝા પ્રતિબંધોને કારણે જર્મનીમાં ફસાયેલા છે. તે 16 માર્ચે પરત ફરવાના હતા.

viswanathan anand
વિશ્વનાથન આનંદ
author img

By

Published : Mar 16, 2020, 9:34 PM IST

હૈદરાબાદઃ ઉલ્લેખનીય છે કે, આનંદ ફેબ્રુઆરીમાં બુંદેસ્લિગા ચેસ ટૂર્નામેન્ટ રમવા માટે જર્મની ગયા હતા. કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે આનંદે પોતાને એક અઠવાડિયા માટે અલગ રાખવાનો નિર્ણય કર્યો હતો. હવે તે માર્ચના અંત સુધીમાં ચેન્નઈ પરત ફરે તેવી શક્યતા છે.

50 વર્ષના વિશ્વનાથન આનંદ ફેબ્રુઆરીમાં જર્મની પહોંચ્યા હતા. હાલમાં તેઓ પરિવાર સાથે વિડિઓ કોલિંગ કરીને તેમજ ઈન્ટરનેટ પર મિત્રો સાથે વાત કરીને સમય પસાર કરી રહ્યા છે.

આનંદે કહ્યું, "દુનિયાભરના મારા મિત્રો કોરોના વાયરસને કારણે પરેશાન છે. મારી પાસે દરેક સાથે વાત કરવાનો ઘણો સમય છે. હું દિવસમાં એક-બે વખત ફરવા જાઉં છું. આ દરમિયાન જ્યારે પણ હું કોઈને પણ મળું છું, ત્યારે હું થોડા મીટરનું અંતર રાખું છું."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.