વોશિંગ્ટન : કોરોના વાઇરસની મહામારી વચ્ચે બ્રિટિશ ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટને રદ કરવામાં આવી છે. જ્યારે ત્રણ અન્ય ચેમ્પિયનશીપની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
બ્રિટિશ ઓપનને બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌ પ્રથમ વખત રદ કરવામાં આવી છે. ઓગષ્ટ ગોલ્ફ ક્લબ, યૂરોપિયન ટૂર, એલપીજીએ, પીજીએ ટૂર, ધ આર એન્ડ યૂએસજીએના એક સંયુક્ત સંમેલનમાં તેની જાહેરાત કરવામાં આવી હતી.
![GOLF](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/us-open2_0704newsroom_1586232594_10371586251742207-42_0704email_1586251753_11.jpg)
નવા કાર્યક્રમ મુજબ, પીજીએ ચેમ્પિયનશીપનું આયોજન 1 મેના રોજ થવાનું હતું. પરંતુ હવે તે 6થી 9 ઓગષ્ટ સુધી, US ઓપન 17થી 20 સપ્ટેમ્બર સુધી અને માસ્ટર્સનું આયોજન 12થી 15 નવેમ્બર સુધી કરવામાં આવશે.